પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જિલ્લા જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ કાચા કામનાં કેદી વિપુલગીરી રમેશગીરી ગોસ્વામી ઉ.વ.૨૯ ધંધો મજુરી રહે.લાખાવાડ તા.ઉમરાળા જી.ભાવનગર વાળો તેનાં ઘરે ગામડે હાજર છે. જેથી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં ઉપરોકત કાચા કામનાં કેદી હાજર મળી આવતાં તેને હસ્તગત કરી ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઇ લાંગાવદરા,હરિચંન્દ્રસિંહ ગોહિલ,બીજલભાઇ કરમટીયા, શક્તિસિહ સરવૈયા