પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતાં-ફરતાં આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા.તે દરમ્યાન વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હથિયારધારાના ગુન્હામાં છેલ્લા સવા એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપી શરીફભાઇ જગુભાઇ લાડક રહે.મુળ-ખેરાલુ જી.મહેસાણા હાલ-ગુંજાર ગામની સીમ, તા.ધંધુકા જી.અમદાવાદવાળા તેના રહેણાંક દંગે હાજર હોવાની માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેને વધુ પુછપરછ અર્થે ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હામાં તથા વેળાવદર ફોરેસ્ટ રેન્જના ગુન્હામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વેળાવદર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-શરીફભાઇ જગુભાઇ લાડક ઉ.વ.૨૮ રહે.મુળ-ખેરાલુ,જી મહેસાણા હાલ-ગુંજાર ગામની સીમ તા.ધંધુકા જિલ્લો-અમદાવાદ
પકડવાના બાકી ગુન્હાની વિગત:-
1. વેળાવદર પો.સ્ટે ગુ.ર.નં.૦૦૦૭/૨૦૨૪ આર્મ્સ એક્ટ કલમઃ-૨૫(૧)( (૧-બી) એ મુજબ
2. વેળાવદર ફોરેસ્ટ રેન્જ ગુન્હા નં.૨૨/૨૦૨૩ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ- ૨(૧૬), ૩૩,૩૯,૫૦,૫૧ વિ. મુજબ
આ સમગ્ર કામગીરીમાં પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ, માનદિપસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયેલ