પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૪/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સરતાનપર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા પાસે પહોંચતા એક ઇસમ પોતાના હાથમા ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાય આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમા શુ છે તેમ પુંછતા કોઇ સંતોષકારક જવાબ નહી આપેલ નહિ. તેની પાસે રહેલ થેલીમાંથી સફેદ-ક્રિમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવેલ.જે ટુકડાઓ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાનું જણાવેલ. જે કયાંથી લાવેલ તે બાબતે પુંછતાં ’’પોતે સરતાનપરના દરીયા કાંઠે નિયમીત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ માછલીની ઉલ્ટી મળી આવેલ હોવાનું અને અગાઉ મહુવા પોલીસે પણ વ્હેલ માછલીની ઉલ્ટી પકડેલ હોય.જેથી તેની કિંમત પણ બહુ ઉંચી હોવાનું પોતે જાણતો હોવાથી લઇને જતો હોવાનું જણાવેલ.’’ આ અંગે વન વિભાગ તથા એફ.એસ.એલ.ના અધિકારીશ્રીઓને બોલાવી વ્હેલની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાની ખરાઇ તથા વજન કરાવવામાં આવેલ. જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરી આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકાયેલ ઇસમઃ-મેહુલભાઇ ઉર્ફે છોટુ રમેશભાઇ બાંભણીયા ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે.સરતાનપર તા.તળાજા જી.ભાવનગર અને તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ અનિયમીત આકારના સફેદ-ક્રિમ રંગના નાના મોટા ટુકડાઓ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વજન-૧ કિલો ૩૫૮ ગ્રામ કિ.૧,૩૫,૮૦,૦૦૦/-નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર જોડાયાં હતાં.