પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૦/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન તળાજા-ભાવનગર હાઇવે રોડના વેળાવદર ગામથી બપાડા તરફ જતા ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે આવતાં બાતમીરાહે હકીકત મળેલ કે,મહેશભાઇ ઉર્ફે મયલો ફાફાભાઇ ડોડીયા રહે.ગારખી ગામ,તા.તળાજા વાળા પોતાની હોન્ડા અમેઝ ગાડી રજી.નં.GJ-02-DM-6020 માં ઇગ્લીશ દારૂ ભરીને ત્રાપજ બાજુથી આવે છે અને ગોરખી તરફ જવાનો છે.જે મળેલ માહિતી આધારે વોચમાં રહેતાં નીચે મુજબના આરોપી નીચે મુજબના અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ/બિયરની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો/ટીન સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
મહેશભાઇ ઉર્ફે મયલો ફાફાભાઇ ડોડીયા ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે.ગારખી ગામ,તા.તળાજા, જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. MOUNT’S 600 સુપર સ્ટ્રોન્ગ બિયર ૫૦૦ M.L ટીન નંગ-૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/-
2. લંડન પ્રાઇડ પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ M.L બોટલ નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/-
3. હોન્ડા અમેઝ કાર નં.GJ-02-DM-6020 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૩૩,૬૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી માં જોડાયેલ પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,તથા સ્ટાફનાં અશોકભાઈ ડાભી,મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયા,ભદ્રેશભાઇ ગણેશભાઇ પંડયા વગેરે.