Crime

ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતાં ત્રણ ઇસમોને રૂ.૧,૫૪,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કવોડ તથા એસ.ઓ.જી.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ ભાવનગર, એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ. આર.બી.વાધીયા, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર કરવામાં આવતી પ્રવૃતિઓ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા એસ.ઓ.જી.નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પ્રદિપસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.,પેરોલ ફર્લો સ્કવોડવાળાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા રોડ,તરસમીયા, કૈલાશ સોસાયટીમાં પ્લોટ નં.૨૯ “શક્તિ કૃપા” માં રહેતો નિકુંજભાઇ ધનશ્યામભાઇ ચૈાહાણ અમેરીકા (યુ.એસ.એ.) તેમજ અન્ય દેશના નાગરીકોનો લીડ ડેટા કોઇ રીતે મેળવી તેના મળતીયા માણસોને આપી વિદેશી નાગરીકોનાં નામ-સરનામા, મોબાઇલ નંબર વિગેરે મુજબનાં ડેટાનો ઉપયોગ કરી વિદેશી નાગરીકો સાથે જુદી-જુદી પ્રોસેસના બહાને પોતાના ઘરેથી  છેતરપીંડી કરવાની પ્રવૃતી કરી રહેલ છે.

જે હકિકત આધારે તેનાં રહેણાંક મકાને રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે વોટસએપ મારફતે અમેરીકન નાગરીકોના લીડ ડેટા આધારે ગુગલ વોઇસ નામની વેબસાઇટ ઉપરથી અમેરીકન નાગરીકોને એસ.એમ.એસ. તથા ઇ-મેઇલ કરી લોન મંજુર થયાના ફોન કરી પોતે અમેરીકન બેંક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી તમારો સીબીલ સ્કોર ખરાબ છે તેવુ જણાવી સીબીલ સ્કોર સારો કરવાના બહાને ગીફ્ટ કાર્ડ તથા બીજા માધ્યમથી પૈસા મેળવી અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કરતાં મળી આવેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ  1. નિકુંજભાઇ ધનશ્યામભાઇ ચૈાહાણ ઉ.વ.૩૦ રહે.પ્લોટ નં.૨૯, કૈલાશ સોસાયટી,તરસમીયા-ઘોઘા રોડ, ભાવનગર
2. મયુરભાઇ રાજેશભાઇ રાઠોડ ઉ.વ.૨૬ રહે.પ્લોટ નં.૧૯૨/બી,પ૦ વારીયા, સરદારનગર, ભાવનગર
3. કૃણાલભાઇ ભુપતભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે.પ્લોટ નં.૫૬૭, સોમનાથ રેસીડેન્સી, યોગીનગર રૂવા રોડ, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ- 1. સીલ્વર કલરનું લેનોવા કંપનીનું મોડલ-81N7  લેપટોપ તથા ચાર્જર-૧ કિ.રૂ.૧૬,૦૦૦/-
2. કાળા કલરનું એચ.પી.કંપનીનું લેપટોપ તથા ચાર્જર-૧ કિ.રૂ.૧૬,૦૦૦/-
3. G.T.P.L. કંપનીનું બ્રોડબેન્ડ કનેકશન વાઇ-ફાઇ રાઉટર કિ.રૂ.૫૦૦/-, વાઇ-ફાઇ રાઉટર સ્વીચ-૧, પાવર એડેપ્ટર-૦૨, હેડ ફોન નંગ-૦૨ કિ.રૂ.૨,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૨૫,૦૦૦/- મોટર સાયકલ નંગ-૩ કિ.રૂ.૯૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૪,૫૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- શ્રી એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,એસ.ઓ.જી.,ભાવનગર, પો.સબ ઇન્સ. શ્રી આર.બી.વાધીયા, શ્રી બી.એચ.શીંગરખીયા I/C પોલીસ ઇન્સ.,એલ.સી.બી.,પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં જગદિશભાઇ મારૂ, પ્રદિપસિંહ ગોહિલ, મહેન્દ્રભાઇ ચૌહાણ, મહાવિરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા,સંજયભાઇ ચૌહાણ, હરીચન્દ્રસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *