Crime

સુરત ક્રાઈમ બ્રાન્ચે આઠ મહિનાથી ભાગ તો ફરતા મુખ્ય વોન્ટેડ આરોપીની કરી ધરપકડ.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે સલાબતપુરા નજીકથી ઝડપી પાડ્યો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સુરત પોલીસ કમિશનર તરફથી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાપડ ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી ભાગતા ફરતા મુખ્ય વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટીંગના ગુનામાં 8 મહિનાથી ભાગતો ફરતો વોન્ટેડ આરોપી રામેશ્વર સોની સલાબતપુરા ખાંગડશેરી નજીકથી પસાર થવાનો છે.

ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ જગ્યા પરથી આરોપીને પકડી પાડ્યો છે અને આરોપીને ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આરોપીએ પોલીસની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેને પોતાના સાગરીત શિવરાજ, ગોપાલ અને દિપક સાથે મળીને રીંગરોડમાં મહાવીર માર્કેટમાં સાવન ક્રિએશન નામની કાપડની દુકાન ચાલુ કરી હતી.

ફેબ્રુઆરી 2022થી મે 2022 દરમિયાન સુરતના ભાઠેના વિસ્તારમાં શિવમ સોસાયટી ખાતે આવેલ યોગેશ્વર ફેબ નામથી કાપડનું કારખાનું ચલાવતા વેપારી અશ્વિન પટેલ પાસેથી ગ્રે કાપડનો જથ્થો ખરીદઓ હતો. આરોપીએ શરૂઆતમાં પેમેન્ટ સમયસર કર્યું હતું ત્યારબાદ 4,720 જેટલી સાડીઓ કે જેની કિંમત 19,84,560 થવા પામે છે.સાડી મંગાવી ફરિયાદીને પેમેન્ટ ન કરી આરોપી દુકાન બંધ કરી ભાગી ગયા હતા અને સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ચીટીંગનો ગુનો દાખલ થયો હતો. તો આ આરોપી વર્ષ 2017માં પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આઠ મહિનાથી ભાગ તો ફરતા મુખ્ય વોન્ટેડ આરોપીની કરી ધરપકડ.

ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાપડ ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી ભાગતા ફરતા મુખ્ય વોન્ટેડ આરોપીની કરી ધરપકડ.

ફેબ્રુઆરી 2022 થી મે 2022 દરમિયાન સુરતના ભાતના વિસ્તારમાં શિવમ સોસાયટી ખાતે આવેલ યોગેશ્વર ફેબ નામથી ઘરે કાપડ નો જથ્થો ખરીદ્યો હતો.

આરોપીએ શરૂઆતમાં પેમેન્ટ સમયસર કર્યું હતું.

4720 જેટલી સાડીઓ કે જેની કિંમત 19, 84,560ની સાડી મગાવી કરી હતી.છેતરપિંડી

આ અગાઉ પણ વર્ષ 2017માં સલાબદપુરા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુનામાં પકડાઈ ચૂક્યો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *