પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૪/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો.જયદિપસિંહ રઘુભા ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,જુના કુંભારવાડા,મફતનગર,મોહિત જનરલ સ્ટોર સામેના ખાંચામાં જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. કેતનભાઇ પરશોત્તમભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહે.જુના કુંભારવાડા, સ્ટીલ કાસ્ટ પાસે, રૂવાપરી રોડ, ભાવનગર
2. મહેશ ઉર્ફે ચુંગી જેન્તીભાઇ મકવાણા ઉ.વ.૩૭ રહે.પ્લોટ નંબર-૨૩,બ્રાહ્ણાણ તલાવડી, ભાવનગર
3. રવિ ઉર્ફે ઢેલી રમેશભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.બુધ્ધદેવ સર્કલ, ખેડુતવાસ, ભાવનગર
4. રાકેશ ઉર્ફે કાળો ધીરૂભાઇ સોલંકી ઉ.વ.૨૮ રહે.ત્રિવેણી મીલની પાછળ, પોપટનગર, ભાવનગર
5. પ્રદિપ ઉર્ફે બાંગો મનિષભાઇ ભીલ ઉ.વ.૨૨ રહે.પ્લોટ નંબર-૧૪૫, ૫૦ વારીયા, ખેડુતવાસ, ભાવનગર
6. અશોક ઉર્ફે અક્ષય દેવજીભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.લુહાર વાડી સામે, ભાંગના કારખાને, રાણીકા, ભાવનગર
7. મેહુલ ઉર્ફે પીપુ કાળુભાઇ વાઘેલા ઉ.વ.૨૮ રહે.પુરીનો ચોક, કરચલીયા પરા, ભાવનગર
8. સંજય હસમુખભાઇ વાઘેલા ઉ.વ.૩૧ રહે.નાના કુંભારવાડા, સ્ટીલ કાસ્ટ પાસે, રૂવાપરી રોડ, ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટો રોકડ રૂ.૨૫,૪૫૦/- નો મુદ્દામાલ
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,ઘનશ્યામભાઇ ગોહિલ,જગદેવસિંહ ઝાલા,સંજયભાઇ ચુડાસમા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા વગેરે જોડાયાં હતાં.