ગઇ તા.૧૩/૦૭/૨૦૨૨નાં રોજ C.G.S.T. વિભાગનાં અધિકારીઓ ભાવનગર, નવાપરા, જુની આર.ટી.ઓ. પાસે આવેલ ફલેટ નં.૩૨૧-મહેક એપાર્ટમેન્ટ ખાતે GST ને લગત સર્ચ ઓપરેશન કરવા માટે ગયેલ. આ ફલેટમાં તાળુ મારેલ હોવાથી આડોશ-પડોશમાં ફલેટ નં.૩૨૧નાં માલીક વિશે પુછપરછ કરી માલિકને ફોનથી બોલાવવા છતાં આવેલ નહિ.
જેથી ફલેટની અગાશી ઉપર જઇને જોયેલ તો અગાશીમાં છ જણા શંકાસ્પદ પ્રવૃતિ કરતા જોવામાં આવેલ.આ લોકોએ C.G.S.T. વિભાગનાં અધિકારીઓની પુછપરછ કરતાં ભાવનગર,C.G.S.T. વિભાગમાંથી સર્ચ ઓપરેશન માટે આવેલ હોવાનું અને આ ફલેટવાળાને ઓળખો છો તેમ વાત કરતા અગાશી ઉપર હાજર માણસો તૌફીક હાલારી, તૌશીફ પરમાર અને ઉસ્માનગની ખોખર ગાળો આપવા લાગેલ અને કહેલ કે આ અમારા બાપની અગાશી છે તમે કોને પુછીને રેઈડ કરવા આવેલ છો.ત્યાર ફલેટ નં.૩૨૧ સામે પાછા આવતાં વલી હાલારીએ C.G.S.T. વિભાગનાં અધિકારીઓને ઉશ્કેરાઇને ઉગ્ર થઇને મોટા અવાજમાં વાત કરતાં અગાશીમાંથી તૌફીક હાલારી, તૌશીફ પરમાર અને ઉસ્માનગની ખોખર ભુંડાબોલી ગાળો આપી, ધોલ થપાટ કરી,ઢીકાપાટુનો માર મારેલ.
C.G.S.T. વિભાગનાં અધિકારી અભયસિંગને વલી હાલારીએ શર્ટ નો કાઠલો પકડી શર્ટ ફાડી નાખી ડોન જહર કાઝી સાથે બીજા માણસો ત્રણેક ધોકાઓ લઇને આવેલ. જે ધોકાથી આડેધડ માર મારી તમારા બાપની જાગીર છે બીજીવાર અહી આવ્યા તો જાનથી જશો તેમ કહી ગાળો આપી જતા રહેલ. જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમઃ- ૩૫૩,૩૩૨,૧૮૬,૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનાં ગુન્હો દાખલ કરવામાં આવેલ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલસાહેબ, એ.એસ.પી. સફિન હસન સાહેબે ઉપરોકત બનાવ અંગે ગંભીરતા ધ્યાને લઇ આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગરનાંઓને સુચના કરેલ.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી/કર્મચારીઓએ નીચે મુજબનાં આરોપીઓની તપાસ કરતાં મળી આવતાં તેઓને એલ.સી.બી. ઓફિસ લાવી તેઓની ધોરણસર અટકાયત કરેલ છે. આ ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરેલ છે.
આરોપીઓઃ-
1. તૌશીફ રફિકભાઇ પરમાર ઉ.વ.૨૩ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.પહેલા માળે,વા ફલેટ, ૧૪ નાળા,સરદારનગર, ભાવનગર
2. જહુર ઉર્ફે ડોન નિશારભાઇ કાજી ઉ.વ.૩૦ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.ચોકમાં,કાજીવાડ,ખારગેટ પાસે,ભાવનગર
3. ઉસ્માનગની અબ્દુલ કરીમભાઇ ખોખર ઉ.વ.૩૧ ધંધો-વેપાર રહે.સબ સ્ટેશનની સામે, જમનાકુંડ ચોક, ભાવનગર
4. હારૂન ગફારભાઇ વારૈયા ઉ.વ.૩૩ ધંધો-ભંગારનો વેપાર રહે.દાવત જનરલ સ્ટોરવાળા ખાંચામાં,જમનાકુંડ, ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા, એલ.સી.બી. સ્ટાફનાં માણસો