એબીએનએસ, ગોધરા: પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમ કાલોલ તાલુકામાં રૂટિન ચેકીંગમાં નિકળી હતી. તે દરમિયાન કાલોલ તાલુકાના ચલાલી ગામે નદીના પટમાંથી રેતી કાઢી ગેર કાયદેસર રીતે રેતી સંગ્રહ કરી અને ત્યારબાદ લોડર મશીન વડે ટ્રકમાં ભરીને વેચાણ કરતા પકડાયા હતા.
ત્યારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમે ૧ લોડર મશીન અને ૧ ટ્રક સહીત ૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ પકડાયેલ મુદ્દામાલને દમાવાવ પોલિસ સ્ટેશન ખાતે સિઝ કરીને મૂકવામાં આવ્યા હતા. જેના કારણે ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું.