અમદાવાદ: અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિ.રૂ.૭૨,૭૫૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧,૨૫,૦૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેર. પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ દ્વારા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરવામાં આવી છે. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસઓજી ક્રાઇમબ્રાંચ નાઓના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા નાઓની સૂચના તથા માર્ગદર્શન આધારે હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ વિજયસિંહ નાઓને મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, મ.નં. ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, અમદાવાદ શહેર ખાતેથી આરોપી અંકુર રતન વાદવાન ઉ.વ. ૪૨ ધંધો ફોટોગ્રાફર અને નર્સરી રહે. મ.નં. ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, અમદાવાદ શહેર નાઓના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિ.રૂ.૭૨,૭૫૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૧,૨૫,૦૫૦/- ની મતા સાથે મળી આવતા ઝડપી પાડવામાં આવેલ અને
આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૬૯/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર નાઓ તરફ ડેપ્યુટ કરવામાં આવેલ છે.