રાત્રિ ના સમયે ચોરો ઓફિસ માં ઘુસી તમામ માલસામાન,રેકર્ડ ચોપડા,રોકડ રકમ ચોરી ગયા…..
ઓફિસ માંથી સ્ટેશનરી સહિત કુલ રૂ.૧૧૮૦૦૦/- નો મુદ્દામાલ ચોરાયો…..
અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ચોરી ની ફરિયાદ નોંધાઈ….
દાંતા તાલુકા અને પંથક વિસ્તાર માં દિવસે ને દિવસે અસામાજિક તત્વો નો ત્રાસ વધવા પામ્યો છે .સામાન્ય માણસો ને ત્યાં ચોરી ,લૂંટ ફાટ,મારામારી,હત્યા જેવા ગુનાઓ આચરતા અસામાજિક તત્વોએ સરકારી ઓફિસ ને પણ બાકી મૂકતા નથી,ત્યારે દાંતા તાલુકા ના પાંસાં ગ્રુપ ગ્રામ પંચાયત ની ઓફિસ નથી ગત રાત્રે ચોરી નો બનાવ સામે આવ્યો છે.
દાંતા તાલુકા વિસ્તાર માં આવતા પાન્સા ગામ ની ગ્રુપ ગ્રામ પંચાયત ઓફિસ આવેલ છે.જેમાં આસ પાસ ના ગામો ની વહીવટી કામગીરી કરાય છે.ત્યારે ગત રાત્રે ચોરો એ પાનસા ગ્રુપ ગ્રામ પંચાયત ની ઓફિસ નું તાળું તોડી અંદર થી સ્ટેશનરી,કોમ્પ્યુટર,લેમીનેશન, ઝેરોક્ષ મશીન,પ્રિન્ટર ,સરકારી રેકર્ડ ના ચોપડાઓ સહિત ની ચીજ વસ્તુઓ ચોરાઈ હતી.વહેલી સવારે ગ્રામ પંચાયત ના કર્મચારીઓ ઓફિસે પહોંચતા ઓફિસ નું તાળું તૂટેલું અને દરવાજો ખુલ્લો જણાતા અંદર જઈ જોતા પંચાયત ની ઓફિસ માંથી તમામ વસ્તુઓ ગાયબ જણાતા તાત્કાલિક સરપંચ ને જાણ કરાઇ હતી.જે બાદ સરપંચ અને સ્ટાફ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે આવી માલ – મત્તા ની ચોરી બાબતે ફરિયાદ નોંધાવેલ હતી.
ચોરી થયેલ સમાન ની વિગત નીચે મુજબ છે…
૧) ઓફિસ કમ્પ્યુટર
૨) પ્રિન્ટર
૩) લેમિનેશન મશીન
૪) ઝેરોક્ષ મશીન
૫) બેટરી પોઇન્ટ
૬) 2.એચ.પી.મોટર નંગ -૧
૭) સરકારી રેકર્ડ ના ચોપડા ,દસ્તાવેજ
આ તમામ મળી કુલ રૂ.૧,૧૮૦૦૦/- નો મુદ્દા માલ ચોરાયો છે.
રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી