જામનગર, સજીવ રાજપૂત: જામનગર શહેરમા ૧૧ લાખ રૂપીયાની ઘરફોડ ચોરીનો ભેદ ઊકેલી મુદામાલ સાથે
આરોપીને જામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે.
બનાવની વિગત જોઈએ તો ફરિયાદી રમેશભાઇ ભગવાનજીભાઇ કુંડલીયા ઉવ.૬૪ ધંધો-’’શીવમ પ્રેટ્રોલપ પંપ’’ રહે.જામનગર ’’આરાધના સોસાયટી’’વી.માર્ટ પાછળ જામનગર દ્વારા તેઓ પરિવારના સભ્યો ગોવા મુકામે ફરવા ગયેલ, ત્યારે કોઇ અજાણ્યા ઇસમે રહેણાક મકાનમા પ્રવેશ કરી, રોકડ રૂપીયા ૧૧,૦૦,૦૦૦/- ની ધરફોડ ચોરીનો બનાવ વણશોધાયેલ હતો,
પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર નાઓએ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પીઆઇ વી.એમ. લગારીયા તથા પીએસઆઈ પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત થયા હતા.
આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના કર્મીઓને સંયુકત રીતે અંગત વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે, અગાઉ ધરફોડ ચોરીના ગુનામા પકડાયેલ ઇસમ લખમણભાઇ માડણભાઇ અશ્વાર રહે.પીપરીયા ગામ વાળો, ચોરીમા સંડોવાયેલ છે અને મજકુર હાલે જામનગર શહેરમા સમર્પણ સર્કલ આગળ સ્વામીનારાયણ મંદિર સામે રોડ ઉપર ઉભેલ છે. જે હકિકત આધારે આરોપી લખમણભાઇ માડણભાઇ અશ્વારને અલગ અલગ દરની ચલણી નોટ રોકડ ૧૧,૦૦,૦૦૦/- રૂપીયા કબ્જે કરી, મજકુર ઇસમ વિરૂધ્ધ. એ.એસ.આઇ દિલીપભાઇ એન.તલવાડીયાએ કાયદેસર કાર્યવાહી કરી છે.