પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૧૮/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. વિશ્વજીતસિંહ ઝાલાને બાતમી મળેલ કે, અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ અજય ઉર્ફે ચકીયો રહે.જશોનાથ સર્કલ,ભાવનગરવાળો બ્લ્યુ હિલ હોટલ સામે આવેલ મામાના ઓટલા પાસે રોડ ઉપર સીલ્વર કલરનું ભુરા પટ્ટાવાળું હિરો સ્પ્લેન્ડર + મોટર સાયકલ રજી. નંબર-GJ-04-BS 6259 લઇને ઉભો છે.જે મોટર સાયકલ તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ આવતાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નીચે મુજબના મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ.જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં તેણે આ મોટર સાયકલ ગઇકાલ રાત્રીના રસાલા કેમ્પમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
કબ્જે કરેલ મુદ્દામાલ સીલ્વર કલરનું ભુરા પટ્ટાવાળું હિરો સ્પ્લેન્ડર + આગળના ભાગે રજી. નંબર-GJ-04-BS 6259 તથા પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું અને આગળના ભાગે બોથો તથા ઇન્ડીકેટર તુટેલ એન્જીન નંબર-HA10EJDHM20885 તથા ચેસીઝ નંબર-MBLHA10AMDHM60683 વાળુ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હો નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૭૯૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
ગુન્હાહિત ઇતિહાસ નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૭૫૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,તથા સ્ટાફનાં યુસુફખાન પઠાણ, વિશ્વજીતસિંહ ઝાલા,જયદિપસિંહ રઘુભા વગેરે જોડાયાં હતાં.