ચોટીલા ડુંગર તળેટીમાં આવેલ પૌરાણિક જગવિખ્યાત ચામુંડા માતાજીના મંદિર તેમજ નવગ્રહ મંદિરમાં કે જ્યાં લાખો લોકો દર્શને આવે છે, તેવા આ સનાતન ધર્મ ના પવિત્ર સ્થાનમાં આજે ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ બપોરે ના સમયે બે શખ્સો મંદિરમાં દારૂ પીધેલ હાલતમાં આવી મંદિરમાં પૂજારીને કોઈ કારણ વગર અપશબ્દો કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મંદિરમાં રાખેલા સીસીટીવી કેમેરામાં આરોપોઓ ને મંદિર ટ્રસ્ટ દ્વારા બતાવવામાં આવ્યા છે.
તેમજ આ સમયે મંદિરમાં સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો દર્શન કરી રહેલ હતા, એ ભાવિકોની સામે પૂજારીને અપશબ્દો કહેલ અને ગેરવર્તણૂક કરેલ, જેથી મંદિરે દર્શન કરવા આવેલ ભાવિકોમાં પણ ભયની લાગણી પ્રસરી ગઈ હતી,
આ અસામાજિક તત્વો ઇકો વાહન નંબર GJ 01 KL 7028 માં આવેલ હતા. આ રીતે મંદિર માં આવી ને પૂજારી સાથે ગેરવર્તણૂક કરી હતી. મંદિર ના પૂજારીઓ દ્વારા આ અસામાજિક તત્વો સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની ચોટીલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરીને જાણ કરવામા આવી છે. ભવિષ્યમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા મંદિર જેવી પવિત્ર જગ્યા માં આવી ને આ રીતે દાદાગીરી ન કરી શકે તે માટે અરજીમાં સરકાર ને પણ રજૂઆત કરવામા આવી છે.
અસામાજિક અને અધાર્મિક તત્વોના લીધે મંદિર પરિસરનું પવિત્ર વાતાવરણ બગડે છે, તેમજ કરોડો સનાતની હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે છે. હવે પછી ભવિષ્યમાં આવી ઘટના બીજીવાર ન બને તે માટે ડુંગર તળેટીના તમામ મંદિરમાં કાયમી પોલીસ બંદોબસ્ત રાખવા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ ને રજુઆત કરવામાં આવી છે.
અહેવાલ લધુભાઈ ધાધલ ચોટીલા