રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી અને મેડિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી રેસીડેન્ટ તબીબે દરમિયાન માનસિક રોગમાં ઉપયોગમાં લેવામાં આવતી ઘેનની 10 જેટલી ગોળીઓ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રેસિડેન્ટ તબીબે ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસ એ.પી. ક્વાર્ટર ખાતે રહેતી ડોકટર કિર્તી પરમાર નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં PGમાં અભ્યાસ કરે છે અને તેઓ રેસીડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવે છે. બુધવારના રોજ ડોકટર કિર્તી નવી સિવિલ હોસ્પિટલમાં જે-1 વોર્ડમાં પોતાની ફરજ દરમિયાન તેણે ડિપ્રેશનના કારણે ઉંઘની 10 ગોળીઓ ગળી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
કિર્તીએ ઊંઘની વધુ પડતી ગોળીઓ લેવાની જાણ તેની સાથે કામ કરતા ડોક્ટરને થતા તેને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા.જ્યાં સારવાર બાદ ડોકટર કિર્તીને વધુ સારવાર માટે એમઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાઇ છે.
આ મામલે ખટોદરા પોલીસે તપાસ કરતાં ડિપ્રેશનના કારણે ડોકટર કીર્તી પરમારે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું છે. જ્યારે વધુ પડતા કામના ભારણના કારણે કંટાળીને ડો.કિર્તીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓ સિવિલ કેમ્પસમાં ચાલી રહી છે.
બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ રેસીડેન્ટ તબીબે પરિવારના સભ્યોના અકસ્માતમાં થયેલા મોતને લઈને માનસિક તણાવમાં પણ આ પગલું ભર્યું હોઈ શકે છે.
સિવિલ હોસ્પિટલની 26 વર્ષીય ડો. કિર્તી પરમારે ફરજ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો
સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પીજીમાં અભ્યાસ કરે છે સાથે રેસીડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવે છે
જે-1 વોર્ડમાં પોતાની ફરજ દરમિયાન તેણે ડિપ્રેશનના કારણે ઉંઘની 10 ગોળીઓ ખાધી હતી
ડોક્ટરને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા
પ્રાથમિક સારવાર બાદ ડો.કિર્તીને વધુ સારવાર માટે એમઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાઇ
કોલેજના ડીન ડો. ૠતંભરા મહેતાએ જણાવ્યું હતું કે તેને એેન્કઝાઇટીની તકલીફ હતી
દિવસ ઈમરજન્સીમાં ફરજ બાદ ઊંઘ આવતી ન હોવાથી ઊંઘની ગોળીઓ લીધી હોઈ શકે છે