bhavnagarBreaking NewsCrimeGujarat

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી. સ્ટાફના અધિકારી/માણસોને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી કાઢવા માટે સુચના આપેલ.

આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૫ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે,  મયુરભાઇ કાંતિભાઇ બારૈયા રહે.ચિત્રા, ભાવનગર વાળો તેના પેન્ટના નેફામાં ગેર કાયદેસર દેશી પિસ્ટલ જેવુ હથીયાર રાખી ભાવનગર શહેર, એમ.કે.જમોડ સ્કુલ પાછળ, પીલગાર્ડન બગીચાના ગેઇટ પાસે જાહેરમાં ઉભો છે. અને તેણે સફેદ કલરનું આખી બાયનું શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.” જે મળેલ બાતમી આધારે નીચે મુજબના ઇસમને ઝડપી લઇ તેની ઝડતી કરતાં નીચે મુજબના આરોપી પાસેથી ગેરકાયદેસર નીચે મુજબના વર્ણનવાળી પિસ્ટલ સાથે હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ તજવીજ કરવામાં આવેલ.

પકડાયેલ આરોપી :-મયુરભાઇ કાંતિભાઇ બારૈયા ઉવ.૨૪ ધંધો.મજુરી રહે.મોરી ફળી, રામદેવ પેટ્રોલપંપની પાછળ, ચિત્રા, ભાવનગર

તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ :-લોખંડની ધાતુની કાળા તથા સિલ્વર મેટલ કલરની દેશી બનાવટની પિસ્ટલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

આ કામગીરી કરનાર સ્ટાફ  પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના બી.એસ.ચુડાસમા, ઇમ્તિયાઝખાન પઠાણ, ચંન્દ્રસિંહ વાળા, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, અલ્ફાઝ વોરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

1 of 424

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *