પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/માણસોને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી કાઢવા માટે સુચના આપેલ.
તા.૦૩/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,ઇમ્તિયાઝ હારૂનભાઇ પાંચા રહે.તૈયબા સ્યુટ્સ, શિશુવિહાર સર્કલ, ભાવનગરવાળો આછા ખાખી જેવાં કલરનું લેંઘો-કફની પહેરીને ભાવનગર, ગીતા ચોકથી શિશુવિહાર સર્કલના રોડ ઉપર આવેલ શેરીસા પાર્ક ફલેટની પાછળના ભાગે જાહેર રોડ ઉપર તેનાં નેફામાં ગેરકાયદેસર હથિયાર રાખી ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
આરોપીઃ-
1. ઇમ્તિયાઝ હારૂનભાઇ પાંચા/મેમણ ઉ.વ.૪૪ ધંધો-ભંગારનો વેપાર રહે.ફલેટ નંબર-૭૦૧, તૈયબા સ્યુટ્સ, શિશુવિહાર સર્કલ, ભાવનગર
2. સોહિલ આઝમભાઇ કુરેશી રહે.કુરેશી મંઝીલ, માઢીયા ફળી, વડવા, ભાવનગર (પકડવાનાં બાકી )
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. લોખંડની ધાતુની જુના જેવી કાંટ લાગી ગયેલ કાળા-લાલ કલરના પ્લાસ્ટીકના હાથમાં બંને બાજુ U.S.A. લખેલ દેશી બનાવટની મેગ્ઝીનવાળી બેરલની લંબાઇ-૧૭ સે.મી અને હાથાની લંબાઇ-૧૦ સે.મી.વાળી ચાલુ હાલતની પિસ્ટલ કિ.રૂ.૫,૦૦૦/-
2. પિત્તળની ધાતુના 7.65 KF લખેલ કાર્ટીસ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/- મળી કુલ રૂ.૫,૨૦૦/-નો મુદ્દામાલ
અ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ,કેવલભાઇ સાંગા, માનદિપસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા