પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ આગામી દિવસોમાં આવનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સબબ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, સાદિકભાઇ કરીમભાઇ સોરઠીયા રહે.ઇન્દીરાનગર, મહુવા તથા પારસભાઇ શૈલેષભાઇ ગુંદાણી રહે.ગાધકડા બજાર, સગરની વાડી, મહુવાવાળાઓ ઇન્દિરાનગર, અબુબકર મસ્જીદ પાસે જાહેરમાં ઉભા રહીને તેઓના મોબાઇલ ફોનમાં ઓનલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરી હાલમાં ચાલતી સરેય તથા યોર્કશાયર વચ્ચે રમાતી વન ડે ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ મેચનાં સોદા કરી હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો મોબાઇલ ફોનમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેના વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઃ-
1. સાદિકભાઇ કરીમભાઇ સોરઠીયા ઉ.વ.૩૬ ધંધો-રીક્ષા ડ્રાયવીંગ રહે.ઇન્દિરાનગર, મહુવા જી.ભાવનગર
2. પારસભાઇ શૈલેષભાઇ ગુંદાણી ઉ.વ.૨૯ ધંધો-વેપાર રહે.ગાધકડા બજાર, સગરની વાડી, મહુવા
3. નટુભાઇ જોધાભાઇ બારૈયા રહે.ભારતનગર, મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. બ્લ્યુ કલરનો રેડ મી કંપનીનો રેડમી નોટ-૯ પ્રો મેક્સ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-
2. રોકડા રૂ.૨૧,૫૦૦/- મળી કુલ રૂ.૨૬,૫૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,તરૂણભાઇ નાંદવા