રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ગરીબો માટેના સરકારી અનાજના વિતરણમાં ચાલતી ગેરરીતિ અટકાવવા માટે સુરત પુરવઠા વિભાગ દ્વારા ચલાવવામાં આવેલી તપાસ ઝુંબેશના બે મહિનામાં અનાજના જથ્થામાં વધઘટ સહિતની ગેરરીતિ પકડાતા 10 દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એક દુકાનનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.
સુરતના સચિન પુરવઠા અનાજના ગોડાઉનમાં 28 ઓક્ટોબર ના રોજ ત્રણ ટ્રક ભરી સરકારી અનાજના જથ્થા સાથે સ્થાનિક લોકો અને સચિન પોલીસે પકડી પાડી હતી.જેની તપાસ હાલ સુરત પોલીસ કમિશનર અજય તમારે ક્રાઈમ બ્રાન્ચને સોપી છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સરકારી અનાજના જથ્થાને સગેવગે કરનારાઓ અનાજ માફીઆઓની તપાસ કરી રહી છે.
ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી,સહિત કોમ્પ્યુટર ઓપરેટર, ગોડાઉન ઢોર કીપર, પેટા કોન્ટ્રાક્ટરો, અને અનાજ નો જથ્થો કેટલા સમયથી કઈ રીતે કઈ જગ્યાએ સગેવગે કરવામાં આવી રહ્યો હતો.વધારાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો.આ અનાજ કૌભાંડમાં કેટલાક લોકો સંડોવાયેલ છે.કેટલાક લોકોની ધરપકડ થઈ છે. કેટલાક લોકો જામીન પર છે. કેટલાક લોકોને પૂછપરછ કરવામાં આવી છે.તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
ત્યારે બીજી તરફ ગરીબોના પેટનું કોડિયું છીનવી લેતા અનાજ માફીઆઓ ગરીબોનો હકનું અનાજ બારોબાર વેચી નાખવાના અને લાભાર્થીઓની મળવાપાત્ર અનાજ ઓછું મળતું હોવા સહિતની અનેક ફરિયાદોને પગલે જિલ્લા પુરવઠા અધિકારી એન.પી. સાવલિયા દ્વારા તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
પુરવઠા વિભાગની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાન પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા પોણા બે મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન રાંદેર અને પુણા વિસ્તારની દુકાનો પર તપાસ કરવામાં આવી હતી.
જેમાં ગેરરીતિ પકડાતા દુકાનદાર રાંદેરના દેવીલાલ ખટીક,પલસાણાના વિપુલ ઢીંમર, ઉધનાના નારાયણ કસ્તુરચંદ ખટીક, ઉધનાના સરિતા શશિકાંત રાજપૂત, પુણા નાના વરાછા ગ્રાહક ભંડાર, નાનપુરાના પ્રવિણ ઈશ્વરલાલ પટેલ, ઉધનાના દક્ષા સી. મહેતા, પુણાના ટિંકી બુધિયાભાઈ રાઠોડ, કાળુ લાલજી પટેલ તેમજ દક્ષાબેન છોટુભાઈને ત્યાં ગેરરીતિ પકડાતા તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા આવ્યા હતા. તેમજ પુણાના શાંતિભાઈ સોમાભાઈ પરમારનો પરવાનો રદ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખ જોઈએ છે કે જિલ્લા અધિકારી દ્વારા દુકાનોને સસ્પેન્ડ કે રદ કરવામાં આવ્યું હોય તો છતાં એ દુકાનો જે તે જગ્યાએ જ શરૂ કરી દેવામાં આવતી હોય છે.જેથી અનાજ માફિયાઓ ફરી ગરીબોના હકનું અનાજના જથ્થાને સગેવગે કરતા હોય છે.
પુરવઠા ઝોનલ અધિકારીઓ તથા મામલતદાર દુકાનદાર સાથે મેળાપીપળા કરીને દુકાને જગ્યાએ ચલાવવામાં આવે છે.જ્યારે એવું કોઈ કાયદાની જોગવાઈમાં આવેલ નથી. છતાં અધિકારીઓના મેળાપીપળાતી દુકાનો એ જગ્યાએ ચલાવવામાં આવી રહ્યું છે.