Crime

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા: અમદાવાદ સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર તેમજ નકલી મેચની ટીકીટ વેચનારની કરી ધરપકડ

અમદાવાદ: સંજીવ રાજપૂત: અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ઉડાવી દેવાનો ઈમેલ કરનાર એક વ્યક્તિ તથા મેચની150 જેટલી નકલી ટિકિટો બનાવનાર 4 લોકોને સાધન સામગ્રી સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે.

ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ચૈતન્ય માન્ડલીક અને નીરજ બડગુર્જર દ્વારા આપેલ માહિતી મુજબ અમદાવાદ ખાતે વર્લ્ડકપ 2023 આવનાર તારીખ 14 ના રોજ યોજાનાર છે તેમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય મેચ માટે અમદાવાદ શહેરના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકો આવનાર હોય જે મેચ માટેની ડુપ્લીકેટ ટિકિટો બનાવનાર ચાર આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની કુલ 108 ડુબલીકેટ ટિકિટો પ્રિન્ટર કોમ્પ્યુટર સીપીયુ સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ દ્વારા ટિકિટ 2000 થી 20,000 ની કિંમતે વેચાણ કરી હતી.જેમાં આરોપીઓ કુશ ખેમરાજભાઈ ડુંગરજી મેણા ઉમ.21 રહે અમદાવાદ, રાજવીર પ્રધાનજી ઠાકોર રહે ઝુંડાલ ગાંધીનગર, ધ્રુમિલ અમિત ઠાકોર રહે ઘાટલોડિયા અમદાવાદ અને જયમીન પ્રકાશ વિષ્ણુ રહે,સાબરમતી અમદાવાદ ટોટલ 1 લાખ 98,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તો બીજી વિગતમાં મોટેરા ખાતેના સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની બીસીસીઆઈને ઇમેલ દ્વારા ધમકી આપનાર ઇસમ કરણ માવીને પણ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મૂળ એમપીનો યુવક રાજકોટ ખાતે કડીયાકામ કરે છે અને મજા લેવા માટે આ ધમકી ભર્યો ઈમેલ કર્યો હતો. અગાઉ પણ તેણે એમપીમાં મહિલાની છેડતી કરી હતી અને 2 વર્ષની જેલ પણ થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *