અમદાવાદ: દાણીલીમડા સંતોષીનગર ખાતે રહેતા યુનુસ ઉર્ફે બટાકા નામના વ્યક્તિને તેના બે સાગરીતો સાથે કફ શીરપની ૧૦૦ બોટલો કિ.રૂ.૧૮,૦૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૫૮,૯૬૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર દ્વારા ઝડપી લેવાયેલ છે.
પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર,
ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરવામાં આવી છે ત્યારે તે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓના
સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ. વસાવાનાઓની ટીમને મળેલ
બાતમી હકિકત આધારે તા.7 ના રોજ અમદાવાદ શહેર, અમદાવાદ શહેર, રીલીફ રોડ, અ.મ્યુ.કોર્પો. બહુમાળી પાર્કીંગની સામેના ભાગેથી આરોપીઓ (૧) યુનુસ ઉર્ફે બટાકા અબ્દુલકરીમ મેમણ ઉ.વ.૨૭ રહે. બ્લોક નં-૨૩, મ.નં.૭૩૦, ચોથોમાળ,ગરીબ આવાસ યોજનાના મકાન, સિકંદર અલબક્ષનગર, સંતોષનગર, અમદાવાદ શહેર. (૨) આસીફ મુસ્તાકઅહેમદ શેખ ઉ.વ. ૨૮ રહે.સી.એન.જી. ગેસ પમ્પની સામે આવેલ કાચા છાપરામાં, મેલડી માતાના મંદીરની બાજુમાં, બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદ શહેર (3) સમદખાન ઉર્ફે લાલા ગનીખાન પઠાણ ઉ.વ. ૨૪ રહે.બ્લોક નં-૩૬, મ.નં.-૧૧૧૩, ત્રીજો માળ, ગજેન્દ્ર ગડકર ગરીબ આવાસ યોજનાના મકાન, સદભાવના પોલીસ ચોકી પાછળ, વટવા, અમદાવાદ શહેર નાઓના સંયુક્ત કબ્જામાંથી વગર પાસ-પરમીટની ગેરકાયદેસરની કફ શીરપની શીલ બંધ બોટલો નંગ-૧૦૦ કિ.રૂ. ૧૮,૦૦૦/- તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૫૮,૯૬૦/- ની સાથે પકડી પાડી. સદરી આરોપીઓ
વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191011230171/2023 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુનો તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. પી.આર.બાંગા નાઓ તરફ ડેપ્યુટ કરવામાં આવેલ છે.