દાંતા તાલુકાના ગોધણી ગામના વાઘેલા દિલીપસિંહ જગતસિંહ ના ખેતર માંથી ત્રણ જૂના ચંદન વૃક્ષો ની ચોરી થઈ હતી.કોઇ અજાણ્યા ઈસમો વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે.દાંતા તાલુકાના ગોધણી ગામે રહેતા દિલીપસિંહ જગતસિંહ વાઘેલાના ખેતરમાંથી તસ્કરો ત્રાટકયા હતા જેમા રાત્રે બાર થી બે વાગ્યા ના આસપાસ ખેતરમાં આવીને ત્રણ ચંદન ના વૃક્ષો લઈ ફરાર થઈ ગયા હતા.આ બાબતે દાંતા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવા પામી છે.
દાંતા તાલુકાના ગોધણી ગામે વીસ વર્ષ થી જૂના ચંદનના વૃક્ષો નો ઉછેર કર્યો હતો.જેમા રાત્રી દરમિયાન ખેતરમાં ખેડૂત હાજર ના હોવાને કારણે તસ્કરો એ ત્યાં થી ત્રણ ચંદન ના વૃક્ષો ચોરી કરીને ટ્રેકટર મા કે ભારે માલવાહક સાધન મા કીમતી વૃક્ષો લઈને ફરાર થઈ ગયા હતા.
આ વૃક્ષો ની કિંમત આશરે ત્રણ લાખ ઉપર માનવામાં આવે છે .આ વાત ની જાણ સવારમાં ખેડૂત તેના ખેતરમાં જાય છે ત્યારે તેને ખબર પડે છે,તે તરત નજીક ના પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી .આ ફરિયાદ ના આધારે પોલીસ ચોરી ચોરો ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી