વિપુલ માત્રામાં સંતાડેલો વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા 6 ઇસમોને વૉન્ટેડ જાહેર કર્યા
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટની આવેલી દીવાલની પાછળ સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો GIDC પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી રૂ.12.04 લાખનો મુદ્દામાલ ઝડપીને કુલ ચાર ઈસમોને ઝડપી પાડીઅન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના એસપી ડો. લીના પાટીલે જિલ્લાના દરેક અધિકારીઓને દારૂ અને જુગારની અસરકારક કામગીરી કરવા સુચનાઓ આપી હતી. જેના અનુસંધાને અંકલેશ્વર GIDC પીઆઈ બી.એન. સગર અને સ્ટાફને GIDCમાં આવેલા પ્લોટ નંબર 3608ના શેડની પાછળની દિવાલના ભાગે આરોપીઓએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી.
જેથી ટીમે માહિતીવાળા સ્થળે રેઈડ કરીને સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની પેટી નંગ 219, નાની-મોટી બોટલ નંગ 8820 કિંમત રૂ. 10,51,200 અને બિયરની પેટી નંગ 64, બોટલ નંગ 1536 મળીને કિંમત રૂ.1,53,600 મળીને કુલ રૂ.12,04,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર GIDC પોલીસે સ્થળ પરથી સૈફ ઉર્ફે યશ ખાન, ગૌરાંગ જગદીશ પરમાર, નિરજ બાબુ રબારી, નિરજ રબારી જેનો સગો ભાઈ મુકબધીર છે. જેનું સની બાબુ રબારીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે છગન મેવાડા, પરેશ મારવાડી ઉર્ફે મહારાજ, જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટ પરીખ, રાજેન્દ્ર હિરા મીસ્ત્રી, ઉદ્દેશ ગોપાલ યાદવ અને એક બંધ બોડીની ઓરેન્જ કલરની ટ્રકના ડ્રાયવરને વોન્ટેડ જાહેર કરીને પકડાયેલા તમામ સામે પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.