પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી તથા પેરોલ. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા પો.કોન્સ. પીનાકભાઇ બારૈયાને સંયુકત બાતમીરાહે માહિતી મળેલ કે, ક્રિપાલસિંહ જયુભા ગોહિલ રહે.અલંગવાળાએ અલંગ ગામની સીમમાં ગઢ(ઘોકીયુ) વિસ્તારમાં બાવળની કાંટમાં ખુજલીના ઢગલામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે.જે માહિતી આધારે તપાસ કરતા ક્રિપાલસિંહ જયુભા ગોહિલ રહે.અલંગવાળા કે અન્ય કોઇ ઇસમો હાજર મળી આવેલ નહિ. તે જગ્યાએથી નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ઓફિસર્સ ચોઇસ કલાસીક વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૪૮ કિ.રૂ.૪૭,૩૬૦/-
2. ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૩૧ કિ.રૂ.૧૦,૫૪૦/-મળી કુલ કિ.રૂ.૫૭,૯૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, પીનાકભાઇ બારૈયા