Crime

ધાડમાં ગયેલ રોકડ રૂ.૨,૧૪,૩૦૦/- સહિત કુલ રૂ.૨,૪૬,૩૫૦/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ધાડનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર, બગદાણા પોલીસ સ્ટેશન હેઠળના કરમદીયા ગામે બનેલ નીચે મુજબના ગુન્હાના આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી ગુન્હામાં ગયેલ મુદ્દામાલ કબ્જે કરવા માટે સખત સુચના આપેલ.

તા.૧૨/૦૮/૨૦૨૩ના રોજ રાત્રીના લગભગ પોણા બે વાગ્યાની આસપાસ કરમદીયા ગામે રહેતા લાભશંકરભાઇ દેવજીભાઇ લાધવા તેના પરિવાર સાથે ફળીયામાં સુતા હતાં.ત્યારે તેઓના મકાન ફરતી કરેલ દીવાલ ટપીને અમુક અજાણ્યા માણસો ફળીયામાં આવેલ હોવાનો અવાજ આવતાં તેઓ જાગી જતાં ચારેક બુકાનીધારી માણસો લાકડાના ધોકાઓ લઇને તેઓના ખાટલા પાસે આવી ગયેલ અને બીજા ચારેક માણસો તેઓના મકાને રૂમમાં ગયેલ.

આ ચારેય માણસોએ ફરિયાદીશ્રીને, ફરિયાદીશ્રીના પત્નિ તથા દીકરાની દીકરી માયાબેનને લાકડાના ધોકાથી તથા મુંઢ માર મારી ફરિયાદીશ્રીના પત્નિના ગળામાંથી સોનાનો ચેઇન નંગ-૦૧,બંને કાનમાં પહેરેલ બુટીયા નંગ-૦૨ તેમજ કાનમાં પહેરેલ સોનાની કડી નંગ-૦૧ ખેંચીને લઇ જતાં રહેલ.ત્યાર બાદ ફરિયાદીશ્રીએ રૂમમાં જઇ તપાસ કરતાં કબાટમાં રાખેલ અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટ રોકડ રૂ.૫,૨૩,૦૦૦/- તથા ચાંદીની ધાતુની કડલી,ચાપડા તથા મોબાઇલ નંગ-૦૩ વિગેરે મળી કુલ રૂ.૬,૮૫,૦૦૦/-ની લુંટ કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ દાખલ કરાવેલ.

આ ગુન્હાની તપાસ ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સીસથી ઝીણવટભરી રીતે કરી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ દ્વારા આ પ્રકારનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ માણસોની ખુબ જ ઝીણવટ ભરી રીતે પુછપરછ કરવામાં આવેલ તેમજ હ્યુમન સોર્સીસથી માહિતી મેળવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવેલ. આ ગુન્હા અંગે એક ટીમ દ્વારા આરોપીઓનાં ગુન્હા સ્થળે આવવાનો-જવાનો રૂટ ચેક કરવાની કામગીરી કરવામાં આવેલ.

આજરોજ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમના માણસો ઉપરોકત ગુન્હો શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન પી.બી.જેબલીયા પોલીસ સબ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને રંઘોળા ગામે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર રંઘોળા ચોકડી,બસ સ્ટેન્ડ પાસે ઉભેલ ચાર માણસો પાસે રોકડ રૂપિયા છે.તેઓ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે ચારેય માણસો શંકાસ્પદ છે.

જે બાતમી આધારે રંઘોળા ચોકડી, બસ સ્ટેન્ડ પાસે આવતાં નીચે મુજબના ચાર માણસો હાજર મળી આવેલ.તેઓ પાસેથી નીચે મુજબની રોકડ રકમ,સોનાનું બુટીયુ સહિતનો મુદ્દામાલ મળી આવેલ.જે અંગે તેઓ પાસે કોઇ આધાર બિલ ન હોય.જે રૂપિયા તથા સોનાનું બુટીયું તેઓએ કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોવાથી શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ.

આ ચારેય માણસોની પુછપરછ કરતાં તેઓને નીચે મુજબની રોકડ રકમ તથા સોનાનું બુટીયું તેઓએ તેઓના નીચે મુજબના સાથીદારો સાથે મળીને આજથી આશરે છએક દિવસ પહેલાં મોડીરાત્રીના કરમદીયા ગામે મુખીના ઘરે લુંટ કરી મેળવેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે તેઓને હસ્તગત કરવામાં આવેલ.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટ મળી રૂ.૨,૧૪,૩૦૦/-
2. સોનાનું કાનમાં પહેરવાનું બુટીયું વજન-૩ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ તથા ચાંદીના ગાળાનું વજન-૫ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ મળી કુલ વજન- ૮ ગ્રામ ૮૦૦ મીલીગ્રામ રૂ.૧૭,૦૦૦/-
3. છરી નંગ-૦૨ કિ.રૂ.૫૦/-
4. ગીલોલ નંગ-૦૨ કિ.રૂ.૦૦/-
5. અલગ-અલગ કંપનીના મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૬,૩૫૦/- નો મુદ્દામાલ

પકડાયેલ આરોપીઓઃ-
1. અજયભાઇ સુરાભાઇ વાઘેલા ઉ.વ.૨૮ રહે.મુળ-પરા વિસ્તાર, સનાળી તા.વડીયા, જી.અમરેલી હાલ-હરીપરા રોડ, ગઢડા, જી.બોટાદ
2. વિપુલભાઇ ઉર્ફે ડીગરી કાનાભાઇ ઉર્ફે છગનભાઇ સાંઢમીયા ઉ.વ.૨૦ રહે.ધેલા સોમનાથ, તા.જસદણ જી.રાજકોટ મુળ-શિવરાજપુર તા.જસદણ, જી.રાજકોટ
3. ગોવિંદભાઇ ઉર્ફે ગોબર નગાભાઇ ભાલીયા ઉ.વ.૩૮ રહે.હેઠી વાડી વિસ્તાર, માતલપર તા.જેસર જી.ભાવનગર
4. વિનુભાઇ જોધાભાઇ ખેરાળા ઉ.વ.૩૫ રહે.ડુંગરપર રોડ, મોણપર તા.મહુવા, જી.ભાવનગર

પકડવાના બાકી આરોપીઃ-
1. અક્ષયભાઇ ઉર્ફે ભાણો કાળુભાઇ ઉર્ફે કાજુ વાઘેલા રહે.કરીયાણા, તા.બાબરા, જી.અમરેલી
2. કાળુભાઇ ઉર્ફે કાજુ બહાદુરભાઇ વાઘેલા રહે.કરીયાણા, તા.બાબરા, જી.અમરેલી
3. રામકુભાઇ કાળુભાઇ ઉર્ફે કાજુ બહાદુરભાઇ અલુભાઇ વાઘેલા રહે.કરીયાણા, તા.બાબરા જી.અમરેલી
4. સંજયભાઇ ઉર્ફે બાબુ સુરાભાઇ વાઘેલા રહે.મુળ-પરા વિસ્તાર, સનાળી તા.વડીયા, જી.અમરેલી હાલ-થોરખાણી, તા.બાબરા, જી.અમરેલી
5. રાહુલભાઇ સુરાભાઇ વાઘેલા રહે.મુળ-પરા વિસ્તાર,સનાળી તા.વડીયા, જી.અમરેલી હાલ-હરીપરા રોડ, ગઢડા, જી.બોટાદ
6. વનરાજભાઇ જાદવભાઇ રંગપરા રહે.કસવાળી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર હાલ-લીંબડી જેલ જી.સુરેન્દ્રનગર                          શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૩૦૨૨૭ ઇ.પી.કો.કલમઃ-૩૯૫,૪૫૮ જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-

 આરોપી ગોવિંદભાઇ ઉર્ફે ગોબર નગાભાઇ ભાલીયા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. બગદાણા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૪/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), જી.પી.એક્ટ કલમઃઃ-૧૩૫ મુજબ
2. બગદાણા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૬૪/૨૦૧૫ પ્રોહી. એક્ટ કલમઃ-૬૬(૧)બી, ૮૫(૧)૩ મુજબ
3. જેસર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૪/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ- ૩૯૪, ૫૦૪, ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫
4. બગદાણા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૦૦૬૭/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, મુજબ
5. બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૪૯૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૬૪ તથા એટ્રોસીટી એક્ટ કલમઃ- ૩(૨) (૫) મુજબ

 આરોપી અજયભાઇ સુરાભાઇ વાઘેલા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-
1. અમરેલી, વડીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૭/૨૦૧૮ પ્રોહી. એક્ટ કલમઃ-૮૫(૧) મુજબ
2. મોરબી, મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૦૬/૨૦૧૯ પ્રોહી.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ
3. બોટાદ, ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૭૭/૨૦૨૦ ઇ.પી.કો. કલમઃ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમઃ-૩૫ મુજબ
4. રાજકોટ શહેર, રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૮૮/૨૦૨૧ પ્રોહી. એક્ટ કલમઃ-૬૫ એ,એ, મુજબ
5. અમરેલી, દામનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૯/૨૦૨૩ એમ.વી.એક્ટ કલમઃઃ-૧૮૫ તથા પ્રોહી. એક્ટ કલમઃ-૬૬ (૧) (બી) મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,  પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વિઠ્ઠલભાઇ બારૈયા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, વનરાજભાઇ ખુમાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદીયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, અરવિંદભાઇ બારૈયા, જયદાનભાઇ લાંગાવદરા, અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ મકવાણા, હારિતસિંહ ચૌહાણ, હરેશભાઇ ઉલવા, ભયપાલસિંહ ચુડાસમા, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ ગોહિલ, ભૈરવદાન ગઢવી, ચંદ્દસિંહ વાળા, નીતીનભાઇ ખટાણા, સંજયભાઇ ચુડાસમા, બીજલભાઇ કરમટીયા, હરિચન્દ્દસિંહ દિલુભા, ભદ્રેશભાઇ પંડયા, મહેન્દ્દસિંહ સરવૈયા, જયદિપસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ગોહિલ, ફાલ્ગુનસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, જયદિપસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, સત્યજીતસિંહ ચુડાસમા,  ઇમ્તીયાઝખાન પઠાણ, સંજયસિંહ ઝાલા, મજીદભાઇ શમા, પીનાકભાઇ બારૈયા, પ્રજ્ઞેશકુમાર પંડયા, રઘુભાઇ મકવાણા, હસમુખભાઇ પરમાર, સજયભાઇ ચૌહાણ, હરિશ્ચંદ્દસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ગોહિલ, ભોજુભાઇ બરબસીયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *