પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં રાજય બહારથી જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઠાડચ,તળાજા રોડ ઉપર હિંમતભાઇ મોચીના લાદીના કારખાનાની પાસે આવેલ વાડીમાં આદિત્ય લાભશંકરભાઇ જોષી બહારથી ઇંગ્લીશ દારૂ મંગાવી તેના સાથીઓ સાથે મળી કટીંગ કરતો હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબના આરોપી હાજર મળી આવેલ.આ જગ્યાએથી નીચે મુજબના બોલેરો મેકસ પીકઅપ વાહનમાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો તથા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કામના આરોપી
1. રાકેશ ઉર્ફે જગદિશ ધનજીભાઇ ડાભી ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર
2. આદિત્ય લાભશંકરભાઇ જોષી રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર (પકડવાના બાકી)
3. જયદિપ જીવરાજીભાઇ પરમાર રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર (પકડવાના બાકી) આ કામગીરી દરમીયાન કબ્જે કરેલ મુદ્દામાલ
1. મેકડોવેલ્સ નં.૧ ડીલકસ વ્હીસ્કી ૭૫૦ MLની બોટલ નંગ-૨૬૪ કિ.રૂ.૯૯,૦૦૦/-
2. મેકડોવેલ્સ નં.૧ ડીલકસ વ્હીસ્કી ૧૮૦ MLની બોટલ નંગ-૧૮૧૮ કિ.રૂ.૧,૮૧,૮૦૦/-
3. બોલેરો મેકસ પીકઅપ વાહન રજી. નંબર-GJ-04-AW 7310 કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
4. મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૯,૮૫,૮૦૦/-નો મુદ્દામાલ આ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા,હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ,બ્રિજરાજસિંહ ગોહિલ વગેરે જોડાયાં હતાં.