જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના કનસુમરા ગામથી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી જામનગર એલ.સી.બી. દ્વારા પકડી પડાઈ છે.
આખીય વિગતની વાત કરીએ તો એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પીએસઆઇ પી.એન.મોરી તથા સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળાને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે,
જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા રહે. ત્રણેય જામનગર વાળાઓ (૪) કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ/ કલર/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી,ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી,દારૂનુ વેચાણ કરવા (૫) ગજેન્દ્રસિંહ જાડેજા રહે.જામનગર વાળા સાથે મળી ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચલાવતા હોવાની બાતમી આધારે ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા રેઇડ કરવામાં આવી જે જગ્યાએથી (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા ને પકડી પાડી મજકુરના કબ્જામા સ્પીરીટ,ફલેવરકલર મીશ્રણ કરી,ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવેલ જથ્થો,
આલ્કોહોલ સ્પીરીટ,બોટલ મા લગાડવાના સ્ટીકર,કાળા કલરનુ પ્રવાહી, મોબાઇલ ફોન, ફોર વ્હીલકાર વિગેરે કબ્જે કરી આ ઇસમો વિરૂધ્ધ, અરજણભાઇ કોડીયાતર નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઇ સી.એમ.કાંટેલીયા નાઓએ મજકુર ઇસમો તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ રેડ દરમ્યાન (૧) આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ બોટલ-૫૯ કિ.રૂ. ૨૯,૫૦૦/- (૨) આલ્કોહોલ સ્પીરીટ ભરેલ મોટા બેરલ-૪ લીટર-૮૦૦ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- (૩) ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૪૦ કિ.રૂ ૮૦૦૦/ (૪) ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ-લીટર-૧૦ કિ.રૂ. ૨,૦૦૦/- (૫) ફિનાઇલ બોટલ -૧૨૦૦ કિ.રૂ ૮૪,૦૦૦/ (૬) કાર-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- (૭) મોબાઇલ ફોન-૪ કિ.રૂ.૬૦૫૦૦/-
(૮) દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-૨ કિ.રૂ ૧૦,૦૦૦/ (૯) દારૂ મા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-૧ કિ.રૂ ૨૦૦૦/ (૧૦) ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કી,કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ વ્હીસ્કી, ના સ્ટીકર નંગ- ૧૦૯૨૦ (૧૧) પ્લાસ્ટીકની પાણી ની ટાંકીઓ -૨ કિ.રૂ. ૫૦૦૦/- (૧૨) ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ- ૨૨૦ (૧૩) ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા-૬૬૦૦ (૧૪) ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીક ની ખાલી બોટલો- ૨૦૦ (૧૫) ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- ૨૫૭૫ (૧૬) ઇંગ્લીશ દારૂ ના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ની પટ્ટીઓ -૧૦૦ કુલ મુદામાલ કિ.રૂ ૮,૨૩,૦૦૦/- નો કબ્જે કર્યો છે જે વિશે જિલ્લા અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા માહિતી આપવામાં આવી હતી.