સુરતના સચિન વિસ્તારમાંથી સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે. સચિન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે આ ટોળકીને ત્યાં તપાસ કરી કુલ 1.58 લાખની કિમતનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી એક ઈસમને વોન્ટેડ પણ જાહેર કરી કર્યો છે
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન બાતમી મળી હતી કે સચિન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘીનું ઓટો રીક્ષામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સુમુલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસેથી રિક્ષા ઝડપી પાડી હતી.
આ ઘટનામાં પોલીસે રમઝાન ઉસ્માનગની શેખ, ગોટુસિંગ ગોવિદસિંગ રાજપૂત તથા રતનલાલ માધવલાલજી પારેખની અટકાયત કરી હતી. પોલીસે રિક્ષામાંથી 69900ની કિંમતના 1 લીટરના 130 પાઉચ, ત્રણ મોબાઈલ અને રિક્ષા કબજે કરી હતી. તેમજ પકડાયેલા ઘીના જથ્થાની સુમુલ ડેરીના અધિકારીઓ દ્વારા ખાત્રી કરતા ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે ઝડપાયેલા આરોપી ગોટુસિંગ ગોવિદસિંગ રાજપૂતની ઘી ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછપરછ કરતા પોતે ભાડાના ઘરે વનસ્પતિ ઘી તથા સોયાતેલ મિક્ષ કરી તેમાં એસસંસ નાખી બનાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મનપાના ફૂડ અધિકારીઓને બોલાવી તેના ઘરે તપાસ કરવામાં આવી હતી.
જ્યાંથી પોલીસે એક લીટરના સુમુલ ઘી 39 નંગ, તેમજ 500 મી.લી. સુમુલ શુદ્ધ ઘીના 14 નંગ પાઉચ તપાસ અર્થે કબજે કર્યા હતા.આ ઉપરાંત પોલીસે અહીંથી 51 નંગ પતરાના ખાલી ડબ્બા, ઇલેક્ટ્રિક હેન્ડલ પ્લાસ્ટિક સીલર મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો, એલ્યુમીનીયમ તપેલું, પ્લાસ્ટિકની ગરણી, ગેસનો ચૂલો, તેમજ સુમુલ શુદ્ધ ઘી એક લીટરના ખાલી રેપ્રો, ઘીમાં સુંગધ લાવવા માટે એસેન્સની બાટલી મળી કુલ 1.58 લાખની મત્તા કબજે કરી હતી. આ મામલે સચિન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોધી ધરપકડ કરી હતી તેમજ આ ઘટનામાં શંકર જાટ નામના ઈસમને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે.
સુરત સચિન પોલીસ સ્ટેશનની ઘટના.
સુમુલ શુધ્ધ ઘી ના નામે ડુબ્લિકેટ ઘી વેચતી ટોળકી ઝડપાઈ.
સચિન પોલીસે સચિન સ્લમ બોર્ડ ખાતે ઓટો રિક્ષામાં ડુબ્લિકેટ ઘીના પાઉચ સાથે આરોપીને ઝડપી પાડયો.
સુમુલ શુધ્ધ ઘી ના ડુબ્લિકેટ ઘી ના પાઉચ ઓટો રિક્ષામાં વેચાણ સચિન સલ્મ બોર્ડ કરતો.
સુમુલ ડેરીના અધિકારી સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસેથી ઓટો રિક્ષા પકડી પડ્યો.
સુમુલ શુધ્ધ ઘી 1લીટરના 130 પાઉચ,ત્રણ મોબાઈલ ફોન,એક ઓટો રિક્ષા, ત્રણ જેટલા આરોપીને ઝડપી પાડયો.
SmC ફ્રૂટ વિભાગના અધિકારીઓ એ આરોપીના ઘરની તપાસ કરતા એક લિટરના સુમુલ ઘી ના નગ – 39 તેમજ 500 મી,લી સુમુલ શુધ્ધ ઘી ના પાઉચ નગ 14 તપાસ અર્થે કબજો કર્યો.