Crime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૯૬ કિ.રૂ.૧,૧૮,૮૦૦/-સહિત કુલ રૂ.૯,૪૮,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૩/૦૯/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર-અમદાવાદ હાઇ-વે ઉપર ભડભીડ ટોલ નાકા પાસે આવતાં એક સફેદ કલરની હ્યુંડાઇ ક્રેટા કાર રજી.નંબર.GJ-18-BR-5611માં બહારનાં રાજયમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ કાર લઇને ધોલેરા તરફથી ભાવનગર શહેર તરફ જવાનાં હોવાની મળેલ માહિતી આધારે વોચમાં રહેતાં નીચે મુજબના આરોપીઓ નીચે મુજબના અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેઓ તમામ વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
1. ગંગારામ ઉદારામભાઇ બિશ્નોઇ ઉ.વ.૩૮ ધંધો-ડ્રાયવીંગ રહે.ભાટીપ તા.રાણીવાડા, પો.સ્ટે.-કરડા જી.જાલૌર રાજસ્થાન
2. ક્રિષ્નારામ પુરખારામ બિશ્નોઇ ઉ.વ.૫૩ ધંધો-ખેતી રહે.ભાટીપ તા.રાણીવાડા,પો.સ્ટે.-કરડા જી.જાલૌર રાજસ્થાન
3. મુકેશકુમાર ક્રિષ્નારામ બિશ્નોઇ ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.ભાટીપ તા.રાણીવાડા,પો.સ્ટે.-કરડા જી.જાલૌર રાજસ્થાન
4. હનુમાન પુનમારામ બિશ્નોઇ ઉ.વ.૧૯ ધંધો-અભ્યાસ રહે.હેમાગુડા તા.ચીતલવાના પો.સ્ટે.-નીબ જી.સાંચૌર રાજસ્થાન

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. મેકડોવેલ્સ નંબર-૧ ડીલકસ વ્હીસ્કી બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/-
2. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૫૦,૪૦૦/-
3. ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/-
4. રોયલ સ્ટેટ સુપરીયર વ્હીસ્કી બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭,૨૦૦/-
5. સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની ક્રેટા કાર રજી.નંબર-GJ-18-BR-5611 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-
6. વીવો કંપનીનો VIVO Y12S મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
7. વીવો કંપનીનો VIVO Y16 મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
8. સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૯,૪૮,૮૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ,પી.બી.જેબલીયા, તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા,હરેશભાઇ ઉલવા, હિરેનભાઇ સોલંકી, ભૈરવદાન ગઢવી, નિતીનભાઇ ખટાણા, બીજલભાઇ કરમટીયા, હારિતસિંહ ચૌહાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *