પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રાળગોન ગામે આવતાં પો.હેડ કોન્સ.જયદાનભાઇ લાંગાવદરા તથા પો.કોન્સ.હરિચંદ્દસિંહ ગોહિલને બાતમી મળેલ કે,કેરાળગોણથી દુદાણા તરફ રસ્તે આશરે દોઢેક કી.મી દુર સુરેશભાઇ શાંતિભાઇ લાધવાની વાડીમા વીલાયતી નળીયાવાળા રહેણાંક મકાનમા પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના માણસ પાસેથી નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. સુરેશભાઇ શાંતિભાઇ લાધવા ઉ.વ.૪૨ રહે.દુદાણા વાડી વિસ્તાર, તા મહુવા જી ભાવનગર મુળ-રાળગોન તા.તળાજા જી.ભાવનગર
2. આદિત્ય લાભશંકર જોષી રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. અંગ્રેજીમા ડેનીમ-૩૦ ગ્રીન વોડકા ફોર સેલ ઇન ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર લખેલ કાચની ૭૫૦ MLની કં૫ની સીલપેક બોટલો નંગ-૨૧૬૦ (પેટી નંગ-૧૮૦) કિં.રૂ.૭,૧૨,૮૦૦/-
2. આઇટેલ કં૫નીનો સાદો કીપેડવાળો મોબાઇલ ફોન કિ.રૂ ૫૦૦/- મળી કુલ રૂ.૭,૧૩,૩૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા જયદાનભાઇ લાંગાવદરા,હરિચંદ્દસિંહ દિલુભા વગેરે જોડાયાં હતાં