અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ગેરકાયદેસર ૮૭.૯૨૦ કિલો Gold Bars, ૧૯.૬૬૩ કિલો ઝવેરાત મળી ૧૦૭.૫૮૩ કિલો સોનું/ઝવેરાત, ૧૧ લક્ઝરી ઘડીયાલો સહિત કુલ ૧૦૦ કરોડથી વધારેનો મુદ્દામાલ તથા રૂ. ૧.૩૭ કરોડ રોકડા ઝડપી ગુજરાત એ.ટી.એસ. અને ડી.આર.આઇ. અમદાવાદની ટીમ દ્વારા ઝડપી લેવાયા છે.
મળતી માહિતી મુજબ ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીનાઓને તેઓના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલ આવિશ્કાર એપાર્ટમેન્ટ-૩ના ફ્લેટ નં. ૧૦૪માં મોટા પ્રમાણમાં વિદેશથી દાણચોરી કરેલુ સોનું છુપાવવામાં આવેલ છે.
ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીનાઓને જાણ કરેલ, જે બાદ આ બાતમી ડી.આર.આઇ.ની અમદાવાદ ઝોનલ યુનીટ સાથે શેર કરવામાં આવેલ તેમજ આ બાતમીને વિવિધ રીતે ડેવેલપ કરવામાં આવેલ. જે અન્વયે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરી, પીઆઇ એન.આર.બ્રહ્મભટ્ટ, પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સ.ઇ. કે.બી.સોલંકી તથા કર્મચારીઓની ટીમ તથા ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું.
જેમાં ઉપરોક્ત બાતમીવાળી જગ્યા ભાડા પેટે મેઘકુમાર શાહ, રહે. મુમ્બઈનાઓને આપેલ હોવાનું માલુમ પાડતા તેઓના સગા-સંબંધીને સાથે રાખી સદર ફ્લેટની બારીકાઇથી ઝડતી લેતા તેમાંથી ૮૭.૯૨૦ કિલો Gold Bars, ૧૯.૬૬૩ કિલો ઝવેરાતો અને ૧૧ મોંઘી ઘડીયાલો એમ કુલ મળી રૂ. ૧૦૦ કરોડથી વધરેનો મુદ્દામાલ તથા રોકડા રૂ. ૧,૩૭,૯૫,૫૦૦/- મળી આવતા તે અંગે ત્યાં હાજર ઉપરોક્ત મેઘકુમાર મહેન્દ્ર શાહનાઓના સગા-સંબંધીઓને પુછતા તેઓ કોઇ આધાર-પુરાવા રજુ કરી શકેલ ન હોઇ ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટ દ્વારા વિગતવારનું પંચનામું કરી આ તમામ મુદ્દામાલ કબ્જે કરી કસ્ટમ્સ એક્ટની ક. ૧૨૩ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસ દરમ્યાન સદર કબ્જે કરવામાં આવેલ ૮૭ કિલો Gold Bars પૈકી ૫૨ કિલો Gold Bars ઉપર ફોરેન માર્ક મળી આવેલ છે જે સીધી રીતે વિદેશથી દાણચોરી દ્વારા મેળવેલ હોવાનું દર્શાવે છે. વધુમાં,
આ રેઈડ દરમ્યાન હાજર ઉપરોક્ત મેઘકુમાર શાહનાઓની બહેનના જણાવ્ય મુજબ મેઘકુમાર શેર ટ્રેડીંગ વ્યવસાય સાથે સંકળાયેલ છે અને હાલ મુંબઇ રહે છે. આ બાબતે ATS અને DRI એ વધુ તપાસ હાથ ધરી છે.