પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૮/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ.ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ પંડયાને બાતમી મળેલ કે,આતુભાઇ કાળુભાઇ ભંમર રહે.ખારડી ગામ,વાડી વિસ્તાર,તા.તળાજા વાળા તેની વાડીએ આવેલ રહેણાકી મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક નાની-મોટી બોટલો મળી આવેલ.તેના વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ- આતુભાઇ કાળુભાઇ ભમ્મર રહે. વાડી વિસ્તાર, ખારડી, તા.તળાજા જી.ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કાઉન્ટી કલબ ડિલક્સ વ્હીસ્કી ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૫૩૭ કિ.રૂ.૧,૬૧,૧૦૦/-
2. જયુબીલી સ્પેશ્યલ વ્હીસ્કી ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૨૦૪ કિ.રૂ.૬૧,૨૦૦/-
3. વ્હાઇટ લેસ વોડકા ૭પ૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૫૭ કિ.રૂ.૧૭,૧૦૦/-
4. કાઉન્ટી કલબ ડિલક્સ વ્હીસ્કી ૧૮૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૨૩૦ કિ.રૂ.૨૩,૦૦૦/-
5. જયુબીલી સ્પેશ્યલ વ્હીસ્કી ૧૮૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૩૭૭ કિ.રૂ.૩૭,૭૦૦/- મળી કુલ રૂ.૩,૦૦,૧૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પો.સબ ઇન્સ.શ્રી એસ.વાય.ઝાલા,ભદ્દેશભઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા,તરૂણભાઇ નાંદવા,કેવલભાઇ સાંગા જોડાયાં હતાં.