પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૧૫/૦૫/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, પ્રભુદાસ તળાવ, મફતનગર, બંબાખાના પાછળ, સંઘર્ષીયા હનુમાનજી મંદિર પાછળ, લાઈટના અજવાળે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો હાથકાપનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકાયેલ આરોપીઓ:-
1. સતીષભાઈ લક્ષ્મણભાઈ મકવાણા ઉ.વ.૩૧ રહે.પ્રભુદાસ તળાવ, મફતનગર, બંબાખાનાની પાછળ, ભાવનગર
2. જનક કિરણભાઈ ગોહેલ ઉ.વ.૨૫ રહે.જુનો કુંભારવાડો, રાણીકા, ઢાળ ઉપર ભાવનગર
3. કાસમભાઈ ઈબ્રાહીમભાઈ શેખ ઉ.વ.૫૨ રહે.રૂવાપરી રોડ, સંચીત નિવાસ પાસે, ભાવનગર
4. જાહીદ અલીભાઈ સીદાતર ઉ.વ.૩૫ રહે.ઘાંચે જમાતનો હોલ પાસે, મદિના બાગની બાજુમાં, નવાપરા ભાવનગર
5. હરેશભાઈ અશ્વિનભાઈ મકવાણા ઉ.વ.૨૯ રહે.પ્રભુદાસ તળાવ, મફતનગર, ગદીર એપાર્ટમેન્ટ પાસે, ભાવનગર
6. અશ્વિન લક્ષ્મણભાઈ મકવાણા ઉ.વ.૩૬ રહે.પ્રભુદાસ તળાવ, રૂવાપરી રોડ, બંબાખાનાની પાછળ, ભાવનગર
7. ચિરાગ ધીરુભાઈ મજેઠીયા ઉ.વ.૨૪ રહે.મોટા રેલ્વે સ્ટેશન રોડ, સુથારવાડ, મારવાડીનો ડેલો, ભાવનગર
8. કાનાભાઈ અરવિંદભાઈ વાઘેલા ઉ.વ.૨૮ રહે.નાના કુંભારવાડા, રૂવાપરી રોડ, ઉલ્લાસ ચોક, લઘરાભાઈ ભજીયાવાળાની સામે, ભાવનગર
9. અતુલભાઈ પુનાભાઈ પરમાર ઉ.વ.૪૨ રહે.મોટુ રેલ્વે સ્ટેશન પાસે, પટેલ બોર્ડીગ પાછળ, રામાપિરના મંદિર પાસે ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૧,૦૫,૪૦૦/-મળી કુલ કિંમત રૂ.૧,૦૫,૪૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા, વનરાજભાઈ ખુમાણ, માનદિપસિંહ ગોહીલ, એઝાઝખાન પઠાણ, કેવલભાઈ સાંગા, જયદિપસિંહ ગોહીલ