
સોના ચાંદીના દાગીના રોકડા રુપિયા, મોબાઈલ ફોન સહીત કુલ કિં.રૂ.૮,૬૦,૫૧૦/-ના મુદ્દામાલ ઘરફોડ ચોરીઓના આરોપીઓને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી /માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ.
તાજેતરમાં ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં બે અલગ-અલગ જગ્યાઓએ ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ. જે બંન્ને ગુનાઓ આજદિન સુધી અનડીટેકટ રહેવા પામેલ હોય. જે બંન્ને ગુનાઓ શોધી કાઢવા સારૂ ભાવનગર એલ.સી.બીની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયાસો હાથ ધરેલ. આજરોજ તા.૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ આદિલ ઉર્ફે તપેલી અને મહેબુબ ઉર્ફે દિકુ રહે. બંન્ને કુંભારવાડા, ભાવનગરવાળા ભાવનગર-અમદાવાદ હાઈવે, નારી ચોકડી પાસે રેલ્વે પુલની વચ્ચે, અંબીકા રીસોર્ટ પાસે એક બર્ગમેન સ્કુટર ઉપર બેઠેલ છે. તેઓ પાસે સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમ છે. જે તેઓએ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના આરોપીઓ નીચે મુજબના શંકાસ્પદ મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ બંન્નેની પુછપરછ કરતા આજથી પંદરેક દિવસ પહેલા બંન્ને ઈસમોએ કબ્જે કરેલ બર્ગમેન સ્કુટર લઈ રાત્રીના સમયે પ્રથમ નાની ખોડીયાર મંદિર પાછળ આવેલ એક સોસાયટીમાં એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું તથા આજ રાત્રીમાં નારી ગામમાંથી એક બંધ મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે રેકર્ડ ઉપર ખરાઈ કરતા નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ હોવાનું જણાય આવતા ધોરણસરની કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. 

પકડાયેલ આરોપીઓ:-
1. આદિલ ઉર્ફે તપેલી મહેબુબભાઈ મલેક/સિપાઈ ઉ.વ-૨૪ ધંધો. મજુરી કામ રહે. કાદરી મસ્જીદની સામેનો ખાંચો, મોતી તળાવ, મફતનગર, કુંભારવાડા, ભાવનગર
2. મહેબુબ ઉર્ફે દિકુ અજીતભાઈ રફાઈ/ફકીર ઉ.વ-૨૫ રહે.પિપરવાળા ખાંચામાં, સરકારી નિશાળ પાછળ, કુંભારવાડા, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ :-
1. સોના લોટસ ડીજાઈનનો ચેઈન નંગ-૦૧ વજન ૩૨ ગ્રામ અને ૫૦૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૨,૯૧,૫૨૫/-
2. સોનાનું પેન્ડલ અંગ્રેજીમાં sam લખેલ નંગ-૦૧ જેનું વજન ૨ ગ્રામ ૫૦૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૨૨,૪૨૫/-
3. સોનાનો બોલ ડીજાઈનનો ચેઈન નંગ-૦૧ વજન ૧૫ ગ્રામ જેની કિ.રૂ.૧,૩૪,૫૦૦/-
4. સોનાની સીંગલ ડાયમંડ વીટી નંગ-૦૧ વજન ૧ ગ્રામ ૯૯૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૧૮,૫૦૦/-
5. એક હોલો ચેઈન બ્રેસલેટ નંગ-૦૧ વનજ ૯ ગ્રામ ૯૧૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૯૩,૬૦૦/-
6. સોનાના ગીની સીક્કા નંગ-૦૪ વજન ૧ ગ્રામ ૧૦૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૧૦,૪૦૦/-
7. સોનાની પેન્ડલ સીંગલ ડાયમંડવાળુ નંગ-૦૧ વજન ૩ ગ્રામ ૩૨૦ મીલીગ્રામ જેની કિ.૨૫,૩૦૦/-
8. ચાંદીનો ૫૦ ગ્રામ વજનનો સીક્કો/લગડી જેની કિ.રૂ.૪૯૦૦/-
9. સોનાની કાનની બુટીની તુટેલી સર નંગ-૦૫ વજન ૨ ગ્રામ જેની કિ.રૂ.૧૮,૫૦૦/-
10. સોનાની ડાયમંડ બુટી લટકણવાળી નંગ-૦૧ વજન ૪ ગ્રામ ૩૫૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૩૯,૧૫૦/-
11. સોનાનો બોક્સ ભુંગળી ચેઈન નંગ-૦૧ વજન ૭ ગ્રામ ૫૬૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૭૦,૯૦૦/-
12. રોકડા રુપિયા જેમાં રૂ.૫૦૦/-ના દરની નોટ નંગ-૫૭ તથા રૂ.૨૦૦/-ના દરની નોટ નંગ-૦૮ મળી કુલ કિં.રૂ.૩૦,૧૦૦/-
13. એક લીલા કલરના હાથાવાળુ ટાપરીયા કંપનીનું પેચીયુ જેની કિ.રૂ.૧૦૦/-
14. એક જુના જેવો લોખંડનો સળીયો આગળના ભાગે ટીપેલો તેમજ વળી ગયેલો જેની કિ.રૂ.૧૦/-
15. એક Dahua કંપનીનુ D.V.R તથા પાવર સ્વીચ લખેલ મોડમ જે બંન્ને તુટી ગયેલ હાલતમાં છે જેની કિ.રૂ.૦૦/૦૦
16. એક કાળા કલરનું ગુજરાતીમાં યોગી લખેલ માર્કાવાળુ સ્કુલ બેગ જેની કિ.રૂ.૧૦૦/-
17. એક વાદળી કલરનો વિવો કંપનીનો મોડલ નં.V2141 મોબાઈલ ફોનની કિં.રૂ.૧૦,૦૦૦/-
18. એક સીલ્વર કલરનો વિવો કંપનીનો મોડલ નં.V2204 મોબાઈલ ફોનની કિ.રૂ.૧૦,૦૦૦/-
19. એક ગોલ્ડન રોઝ કલરનો KECHAODA A27 લખેલ નાનો (મીની મોબાઈલ) કિ.રૂ.૫૦૦/-
20. એક બોટલ ગ્રીન કલરનું સુઝુકી કંપનીનું બર્ગમેન સ્કુટર રજી નં.GJ-04-EN-3091 કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૬૦,૫૧૦/- નો મુદ્દામાલ
ડીટેકટ થયેલ ગુન્હાઓ :-
1. વરતેજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૫૦૧૨૩/૨૦૨૫ B.N.S કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ)
2. વરતેજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૫૦૧૩૫/૨૦૨૫ B.N.S કલમ ૩૩૧(૪), ૩૦૫(એ)
ગુન્હાની એમ.ઓ :-
આ કામના આરોપીઓ રાત્રીના સમયે રહેણાંકી વિસ્તારમાં ટુ વ્હીલ વાહન ઉપર રેકી કરી બંધ મકાનમાંથી ચોરી કરવાની એમ.ઓ ઘરાવે છે.
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઈન્સ શ્રી વી.વી.ધ્રાંગુ, તથા સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, કેવલભાઈ સાંગા, એઝાઝખાન પઠાણ, માનદિપસિંહ ગોહીલ, જયદિપસિંહ ગોહીલ, પ્રગ્નેશભાઈ પંડયા, નેત્રમ ટીમ