bhavnagarBreaking NewsCrimeGujarat

સરકાર શ્રીનો ટેકસ નહિ ભરવાના ઇરાદે બસના રજી.નંબર અન્ય બે બસોમાં ઉપયોગ કરી ગુન્હો આચરતા બે ઇસમોને કુલ રૂ.૨૦,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના માણસોને સખત સુચના આપેલ.

ગઇકાલ તા.૧૧/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે,પાલીતાણા, ઘેટી રોડ ઉપર તથા શિહોર,સિધ્ધી વિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કીંગમાં તથા ભાવનગર, નવાપરા,લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં રજી નં.AR-06-B-6732ની એક જ નંબરવાળી કુલ-૦૩ બસો પડેલ છે.જે માહિતી આધારે ત્રણેય બસો ભાવનગર,પોલીસ હેડ કવાર્ટર ખાતે લાવી ખરાઇ કરતાં પાલીતાણા,શિહોર તથા ભાવનગરની ત્રણેય બસોમાં એક જ રજી.નંબર-AR-06-B-6732 ની પ્લેટ લગાડી ઉપયોગ થતો હોવાનું જણાય આવેલ.આ ત્રણેય બસોના એન્જીન નંબર-ચેસીઝ નંબર તથા રજી.કાગળોથી ખરાઇ કરતાં શિહોર ખાતેથી લાવવામાં આવેલ આશાપુરા ટ્રાવેલ્સની બસના અસલ રજી.નંબર-AR-06-B-6732 હોવાનું જણાય આવેલ.જયારે પાલીતાણા ખાતેથી લાવેલ દિલાવર ટ્રાવેલ્સ તથા ભાવનગરની લીંમડા ટ્રાવેલ્સની બસમાં ખોટી રજી.નંબર પ્લેટ તથા ખોટા કાગળો રાખી ટેકસ બચાવવાના ઇરાદાથી બસનો ઉપયોગ કરતાં હોવાનું જણાય આવેલ.જેથી આ દિલાવર ટ્રાવેલ્સ તથા લીંમડા ટ્રાવેલ્સની બસના માલિક તથા કબ્જે ભોગવટેદાર વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ માણસોઃ-

1. શબ્બીરભાઇ રજાકભાઇ મહેતર ઉ.વ.૪૩ ધંધો-ટ્રાવેલ્સનો રહે.પ્લોટ નંબર-૧/એ,હરિયાળા પ્લોટ,નવી માણેકવાડી,ભાવનગર

2. જયરાજભાઇ બોઘાજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૯ ધંધો-ટ્રાવેલ્સનો રહે. પ્લોટ નંબર-૧૯૯/સી, ખાડિયા ચોક, દાદાની વાવ પાસે,સિહોર જી.ભાવનગર

3. પાલીતાણા દિલાવર ટ્રાવેલ્સના માલિક/કબ્જેદાર (પકડવાના બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. અશોક લેલન્ડ કંપનીની આછા ભુરા-વાદળી કલરની આગળ-પાછળ રજી.નં.AR-06-B-6732 ચેચીસ નંબર-MB1PBEYC9DVEL3647 વાળી સ્લીપર કોચ પેસેન્જર બસ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-

2. અશોક લેલન્ડ કંપનીની સફેદ-પીળા કલરની આગળ-પાછળ રજી.નં.AR-06-B-6732 ચેચીસ નંબર- MB1PREHD0JAXJ9384 વાળી સ્લીપર કોચ પેસેન્જર બસ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-

3. ઉપરોકત બંને બસના આર.ટી.ઓ.ને લગત કાગળોની ફાઇલ-૦૨ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૨૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ

ગુન્હો કરવાની રીત આ જયરાજભાઇ ચૌહાણે પોતાની માલિકીની બસની અસલ રજી.નંબર પ્લેટ તથા કાગળોની નકલોવાળી ફાઇલ પાલીતાણા,દિલાવર ટ્રાવેલ્સ તથા ભાવનગર,લીંમડા ટ્રાવેલ્સની બસના માલિક/કબ્જેદારને આપેલ.જે ત્રણેય જણાંએ ગુન્હાહિત કાવતરૂ રચી સરકારશ્રીને ત્રણ બસનો ભરવાના થતા માસિક ટેકસના બદલામાં માત્ર એક જ બસનો ટેકસ ચુકવી એક જ અસલ રજી.નંબર ઉપર ત્રણ બસો ચલાવી ગુન્હો કરેલ.

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,સ્ટાફનાં યુસુફખાન પઠાણ,પાર્થભાઇ ધોળકિયા,વિશ્વજીતસિંહ ઝાલા,મીનાજભાઇ ગોરી વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *