bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની જોરદાર કામગીરી ચીકલીકર ગેંગના કુલ-૦૩ સભ્યોને રોકડ રૂ.૧,૦૨,૫૦૦/- સહિત કુલ રૂ.૧,૫૩,૨૩૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ-૦૫ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૨૯/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ચીકલીકર ગેંગના ત્રણ માણસો ઘાંઘળી ચોકડી,શિહોર જવાના રસ્તે રોક્ડ રકમ તથા સોના ચાંદીના દાગીના લઇને ઉભા છે.જે સોના-ચાંદીના દાગીનાઓ તેઓ કયાકથી ચોરીથી અથવા છળકપટથી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબની શંકાસ્પદ વસ્તુઓ તથા રોકડ રકમ સાથે હાજર મળી આવેલ.જે વસ્તુઓ તથા રોકડ રાખવા અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ વસ્તુઓ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ તમામ પાસેથી મળી આવેલ ચીજવસ્તુઓ બાબતે પુછપરછ કરતાં જણાવેલ કે,તેઓએ આજથી આશરે ત્રણેક માસ પહેલા હોન્ડા શાઇન મોટર સાયકલમાં જઇ રાત્રીના સમયે હણોલ ગામે એક મકાનમાં,સણોસરા ગામે આવેલ બંધ મકાનમાં,શિહોરના દેવગાણા ગામે બે-ત્રણ મકાનમાં,પાલીતાણાના મોખડકા ગામે આવેલ મકાનમાં અને દોઢેક માસ પહેલા બોટાદ જીલ્લાના ગઢડા ગામે ઢસા રોડ ઉપર એક બંધ મકાનમાં ચોરી કરેલ.તે ચોરીમાંથી ઉપરોકત રોકડ તથા ચાંદીના દાગીના મળેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-
1. કરણસીંગ S/O ભજનસીંગ કલાણી/ચીકલીકર ઉ.વ.૨૮ ધંધો–ભુંડ પકડવાનો રહે.સોનગઢ,પાંચવડા રોડ તા.શિહોર જી.ભાવનગર
2. અર્જુનસિગ ઇશ્વરસિંગ ટાંક ઉ.વ.૨૮ ઘંઘો-ભુંડ પકડવાની મજુરી રહે.મહેમદાબાદ, રેલ્વે સ્ટેશનની બાજુમાં,નાનકનગર,નડીયાદ (ખેડા)
3. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોકડ રૂ.૧,૦૨,૫૦૦/-ની ભારતીય દરની ચલણી નોટો
2. ચાંદીની કડલી જોડ-૦૧ વજન-૦૯ ગ્રામ કિ.રૂ.૩૬૦/-
3. રૂદ્રાક્ષના પારાવાળી ચાંદીની માળા નંગ-૦૨ વજન-૪૩ ગ્રામ ૮૦૦ મીલી ગ્રામ કિં.રૂ.૧,૭૫૦/-
4. રૂદ્રાક્ષની પારાવાળી ચાંદીની પોંચી નંગ-૦૧ વજન-૩૨ ગ્રામ ૬૦૦ મીલી ગ્રામ કિં.રૂ.૧,૭૫૦/-
5. ચાંદીનો ઘુંઘરો વજન-૧૪ ગ્રામ ૫૦૦ મીલી ગ્રામ કિં.રૂ.૧,૧૬૦/-
6. ચાંદીંની લગડી વજન ૯૯ ગ્રામ ૭૦૦ મીલીગ્રામ કિં.રૂ.૭,૩૦૦/-
7. ચાંદીના સિક્કા નંગ-૦૩ વજન-૩૯ ગ્રામ ૭૦૦ મીલી ગ્રામ કિ.રૂ.૨,૯૦૦/-
8. ચાંદીનો જુડો વજન-૨૨ ગ્રામ ૫૦૦ મીલી ગ્રામ કિં.રૂ.૯૦૦/-
9. ચાંદીના જાડા છડા વજન-૬૪ ગ્રામ ૭૦૦ મીલી ગ્રામ કિં.રૂ.૨,૫૯૦/-
10. ચાંદીના પાતળા છડા ૨૦ ગ્રામ ૫૦૦ મીલી ગ્રામ કિં.રૂ.૧,૧૪૦/-
11. ચાંદીનો પગનો કરડો ૦૨ ગ્રામ કિં.રૂ.૮૦/-
12. વીવો કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૫૩,૨૩૦/-નો મુદ્દામાલ

આ લોકો દિવસ દરમિયાન ભુંડ પકડવા માટે જઇ બંધ મકાનની રેકી કરી રાત્રીના સમયે બંધ મકાનના તાળા-નકુચા તોડી ચોરી કરવાની આવડત ધરાવે છે.

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. શિહોર પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૯૯૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
2. પાલીતાણા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૪૬૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
3. સોનગઢ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૪૫૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
4. પાલીતાણા ટાઉન પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
5. બોટાદ જિલ્લાના ગઢડા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૩૧૬૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ

પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ-
આરોપી અર્જુનસિગ ઇશ્વરસિંગ ટાંક રહે. મહેમદાબાદવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓની વિગતઃ-
1. અમદાવાદ શહેર, ખોખરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૮૧/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
2. અમદાવાદ શહેર, ઇસનપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૧૩૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
3. ગાંધીનગર, કલોલ શહેર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૨૯૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમઃ-૫૦૭ મુજબ
4. ગાંધીનગર, અડાલજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૧૩૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
5. ખેડા, મહેમદાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૧૩/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૧૮૮ મુજબ
6. ગાંધીનગર,માણસા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૫૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

નાસતાં-ફરતાં આરોપીઃ-
આરોપી અર્જુનસિગ ઇશ્વરસિંગ ટાંક રહે.મહેમદાબાદવાળા અમદાવાદ રૂરલ જીલ્લો,અસલાલી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૮૩૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૩૮૦ મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો આરોપી છે.

આરોપી કરણસીંગ ભજનસીંગ કલાણી રહે.સોનગઢવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓની વિગતઃ-
1. ભાવનગર, સોનગઢ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૦૧૫/૨૦૧૫ જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ
2. ભાવનગર, સોનગઢ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૦૯૪/૨૦૧૬ જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ
3. ભાવનગર, સોનગઢ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૨૧૧/૨૦૧૮ જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા સ્ટાફનાં ભૈપાલસિંહ ચુડાસમા,ઇમ્તિયાઝખાન પઠાણ,હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,ચંદ્દસિંહ વાળા,નિતીનભાઇ ખટાણા,નઝીરભાઇ બેલીમ,મજીદભાઇ શમા,અલ્ફાઝભાઇ વોરા,સત્યજીતસિંહ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા,હસમુખભાઇ પરમાર,હરિચંદ્દસિંહ ભીમભા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *