Crime

સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે.ગેંગવોરના અનેક કિસ્સાઓ સુરત શહેરમાં સમયાંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટમા જ હુમલો થવાની શક્યતા હતી.પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો.

કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા.ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી 1 આરોપીને પકડી પાડ્યો હતો.જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર થતા રહી ગઈ હતી.

કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી.પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી બે ગેંગના સાગરિતોને પરિસર અને બીજા માળે બાથરૂમમાં સંતાયેલા હથિયાર સાથેના એક આરોપી આકાશ બાબાસાહેબ વાઘમારે ઉંમર.27 રહે-301, ગોકુલનગર, રામાપીર મંદીરની બાજુમાં ભટાર સુરતને પકડી પાડયો હતો.

અન્ય સાગરિતો જે સાથે હતા.ઇમરાન ગડી,ઇમરોજ દાલ યાવલ,ભરત પચ્ચીસ,અમીર બટકો, બાઉન્સર, સલીમ કોન્યા, અજુ રાંદેર,કમાન્ડો ઇરફાન રમજાન શેખ ઉર્ફે કમાન્ડો તેમજ બીજા 7 થી 8 માણસો નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જેને ઝડપી પાડવા ઉમરા પોલીસ સક્રિય થઈ છે.

સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય છે.

ગેંગવોરના અનેક કિસ્સાઓ સુરત શહેરમાં સમયાંતરે સામે આવતા રહે છે.

સુરતમાં ફરી એક વખત કોર્ટમા જ હુમલો થવાની શક્યતા હતી.

પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *