ગઈ તા.૦૭/૧૨/૨૦૨૫ ફરીયાદીશ્રી શાંમળભાઈ સાયબાભાઈ જાતે.તરાલ ઉ.વ.૫૫ ધંધો.ખેતી રહે.ધરોઈ તા.ખેડબ્રહમા જિ.સાબરકાંઠાનાઓએ જાહેર કરેલ કે આ કામનો આરોપી પોતાની પત્નિ નિરૂબેન સાથે અવાર નવાર ઝગડા કરી શારિરીક માનસીક ત્રાસ આપી મારઝુડ કરતો હોય અને ગઈ તા.૭/૧૨/૨૦૨૫ના રોજ ૬.૮/૦૦ વાગે પોતાની પત્નિ સાથે ઝગડો કરી તેણીને શરીરે તથા પેટના ભાગે ગડદા પાટુનો માર મારી પેટના અંદરના ભાગે ગંભીર ઈજાઓ કરી પોતાની પત્નિ નિરૂબેનનું મોત નિપજાવી ભાગી જઈ જે અંગે હડાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૫ ૦૦૫૨૫૦૪૫૫/૨૦૨૫ બી.એન.એસ ની કલમ-૮૫,૧૦૩(૧) મુજબનો ખુનનો ગુન્હો દાખલ થયેલ હતો.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ સદરહુ ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી ફરીયાદીને ઝડપથી ન્યાય મળી રહે તે હેતુથી આરોપીને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના કરેલ હોય, શ્રી કુણાલસિંહ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક, ઈન્ચાર્જ દાંતા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ,
શ્રી જે.આર.દેસાઈ, ઇન્ચાર્જ પો.ઈન્સ. હડાદ પોલીસ સ્ટેશન નાઓની રાહબરી હેઠળ હડાદ પોલીસ સ્ટેશનના કર્મચારીનાઓની આ ખુન કરનાર ઈસમને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ. તેમજ લોકલ હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સ આધારે તપાસમાં હતા. આ તપાસ દરમ્યાન હડાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.આર.દેસાઈ, નાઓને ખાનગીરાહે
ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ જે આધારે આરોપી નં.(૧) રાજુભાઈ તેજાભાઈ જાતે-ડાભી(અ.જ.જા.) ઉ.વ.૩૨ ધંધો-ખેતી રહે-જેલાણા તા.હડાદ જી. બનાસકાંઠા વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી – (૧) રાજુભાઈ તેજાભાઈ જાતે-ડાભી(અ.જ.જા.) ઉ.વ.-૩ર ધંધો-ખેતી રહે-જેલાણા
તા.દાંતા, જી.બનાસકાંઠા
કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી જે.આર.દેસાઈ,ઈન્ચાર્જ પો.ઈન્સ..હડાદ
શ્રી ભરતભાઈ,એ.એસ.આઈ.,હડાદ
શ્રી માનજીભાઈ,એ.એસ.આઈ.,હડાદ
શ્રી બાબુભાઈ,એ.એસ.આઈ.,હડાદ
શ્રી બાબુભાઈ,હેડ કોન્સ..હડાદ
શ્રી ભરતસીંહ,પો.કોન્સ..હડાદ
શ્રી ગુલાબભાઈ,પો.કોન્સ..હડાદ
રિપોર્ટર અમિત પટેલ અંબાજી
















