શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.
જે સુચના અન્વયે શ્રી એ.વી.દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ દરમિયાન બાતમી હકીકત આધારે માંકડી ગામ ખાતે નાકાબંધી કરતાં ગાડીનો ચાલક ગાડી ઉભી રાખેલ નહિ અને ગાડી ભગાવેલ જેનો પિછો કરતાં ગાડીનો ચાલક જીતપુર જવાના રોડ ઉપર વેકરી ગામ નજીક રોડની સાઇડમાં ગાડી ચાલુ હાલતમાં મુકી ખેતરોમાં ભાગી ગયેલ જે બોલેરો ગાડી નં.G J-08-R-4037 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીન-૧૧૯૭ કિરૂ.૨,૫૯,૬૨૦/- નો મળી આવેલ આમ ગાડી મળી કુલ કિરૂ.૭,૫૯,૬૨૦/- નો મુદામાલ મળી આવેલ હોય જેથી બોલેરો ગાડીના ચાલક ઇસમ વિરૂધ્ધમાં દાંતા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
કામગીરીમાં જોડાયેલ કર્મચારી
1 શ્રી એસ.જે.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર
2 એ.એસ.આઇ. રાજેશકુમાર હરિભાઇ એલ.સી.બી. પાલનપુર
અ.હેઙ.કોન્સ. પુંજાભાઈ નાથાભાઈ એલ.સી.બી. પાલનપુર 3
અ.હેઙ.કોન્સ.ચિરાગસિંહ વાઘસિંહ એલ.સી.બી. પાલનપુર 4
5 અ.પો.કો. ઇશ્વરભાઇ ભીખાભાઇ એલ.સી.બી. પાલનપુર
અ.પો.કો. મુકેશકુમાર ખેમચંદભાઇ એલ.સી.બી. પાલનપુર 6
7 અ.પો.કો. વિક્રમદાન વિજયદાન એલ.સી.બી. પાલનપુર