પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ઘોઘા રોડ પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં. ૧૫૭૬/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ,૧૧૬ બી,૮૧ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી સુમેન નરેશભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ,ભાવનગરવાળા મેઘાણી સર્કલ ખાતે હાજર હોવાની માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.
નાસતાં-ફરતાં પકડાયેલ આરોપીઃ-
સુમેન નરેશભાઇ રાઠોડ ઉ.વ.૨૯ રહે.આડોડિયાવાસ, ભાવનગર હાલ-સેનુની ચાલી,કુબેરનગર,છારાનગર,અમદાવાદ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા,ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,લગ્ધીરસિંહ ગોહિલ,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્દભાઇ બરબસીયા જોડાયેલ હતાં.