પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ, એમ.જે.કુરેશી,તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૧/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઘેટી ગામના ખારા વિસ્તારમાં આવેલ તુલસીભાઇ બચુભાઇની વાડીની બાજુમાં આવેલ નેરામાં બેટરીની લાઇટના અંવાળે અમુક માણસો પૈસા-પાના વતી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપત્તાના પાના-પૈસાથી હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. શકિતભાઇ વલ્લભભાઇ ગોહિલ ઉ.વ.૪૩ ધંધો-ખેણી રહે.શિવાલયની બાજુમાં,ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગર
2. તુલશીભાઇ બચુભાઇ ચૌહાણ ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે.રામજી મંદિરની બાજુમાં,ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગર
3. નાનજીભાઇ કાબાભાઇ પરમાર ઉ.વ.૩૨ ધંધો-હિરા ઘસવાનો રહે.આઝાદ ચોક,ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગર
4. બાલાભાઇ દામજીભાઇ ચૌહાણ ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે.રામનગરની સામે,ઘેટી તા.પાલીતાણા જી.ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/-,બેટરી-૦૧ તથા રોકડ રૂ.૧૨,૬૦૦/- મળી કુલ કિં.રૂ.૧૨,૭૦૦/-
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,તથા જયદાનભાઇ લાંગાવદરા,હરિચંદ્દસિંહ દિલુભા,ફાલ્ગુનસિંહ ગોહિલ વગેરે જોડાયેલ હતાં.