પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ.બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૦૧/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,સોયબ જાવેદભાઇ રફાઇ રહે.પ્રભુદાસ તળાવ ચોક,ભાવનગરવાળા અલ મહેંદી સ્કુલની સામેના ખાંચામાં નાઇસ પોઇન્ટ ફલેટના જર્જરીત બિલ્ડીંગના પાર્કીગમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ થેલાઓ રાખી વેચાણ કરે છે.જે મળેલ માહિતી આધારે રેઈડ કરતા નીચે મુજબનો આરોપી નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ બોટલો સાથે હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન માં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ દરમ્યાન પકડાયેલ આરોપી સોયબ જાવેદભાઇ રફાઇ ઉ.વ.૩૨ રહે.ફલેટ નં.૩૦૩,સ્ટાર વન ફલેટ,રજાકભાઇ કુરેશીના મકાનમાં ભાડેથી,પ્રભુદાસ તળાવ ચોક,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
બેગપાઇપર ડિલકસ વ્હીસ્કી ઓરીજનલ ક્વોલીટી ૧ લીટરની પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૪૯ કિ.રૂ.૩૦,૮૭૦/-નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,જયદિપસિંહ રઘુભા,લગ્ધીરસિંહ ગોહિલ,પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયાં હતાં.