પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી /માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતા..તે દરમ્યાન બાતમી મળેલ કે, શૈલેષભાઈ સુરેશભાઈ રાઠોડ રહે. ખેડુતવાસ 50 વારીયા, ભાવનગર વાળાએ ભાવનગર,આનંદનગર, રામસાપીર મંદિરની પાછળની સાઈડ ત્રણ માળીયાની સામે બાવળની કાંટમાં જાહેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. અને હાલ આ દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમા છે. જે બાતમી આધારે રેઈડ કરતા શૈલેષભાઈ સુરેશભાઈ રાઠોડ હાજર મળી આવેલ નહી અને નીચે મુજબનો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર, ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડવાના બાકી આરોપી:-શૈલેષભાઈ સુરેશભાઈ રાઠોડ રહે. ખેડુતવાસ 50 વારીયા, ભાવનગર (પકડવા ઉપર બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. મેક ડોવેલ્સ નં.૦૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ M.L ની બોટલ નંગ. ૪૮ કિ.રૂ.૨૬,૯૨૮/-
2. વ્હાઈટ લેસ વોડકા ૧૮૦ M.L ની બોટલ નંગ.૨૮૮ કિં.રૂ.૨૧,૦૨૪/-
3. પ્રુસ્ટ સ્ટ્રોગ બિયર ૫૦૦ M.L.ના ટીન નંગ ૧૨૦ કિ.રૂ.૧૨,૪૮૦/- મળી કુલ કિં.રૂ.૬૦,૪૩૨/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ શ્રી વી.વીધ્રાંગુ તથા સ્ટાફના સાગરભાઇ જોગદિયા, મહેંદ્રભાઈ ચૌહાણ, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા, એઝાઝખાન પઠાણ, માનદિપસિંહ ગોહીલ