પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૬/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, રવિ ગભરૂભાઇ ખાચર રહે.કાળીયાબીડ, ભાવનગર વાળાએ પોતાના કબ્જાની મારૂતી સુઝુકી કંપનીની સ્વીકટ કાર આગળ-પાછળ રજી.નંબર- GJ-13-CA 5400 લખેલ કારમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી ભાવનગર, શામપરા (સીદસર) ગામથી આગળ કણકોટ જવાના રસ્તે નાળા પાસે કાર રાખેલ છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબની કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-રવિ ગભરૂભાઇ ખાચર રહે.કાળીયાબીડ, ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ખાખી કલરની પુંઠાની પેટી નંગ-૦૯માં ભરેલ રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ MLની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૭૯ કિ.રૂ.૧,૨૪,૫૮૪/-
2. સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ કાર રજી.નંબર- GJ-13-CA 5400 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૫,૨૪,૫૮૪/- નો મુ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી