પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૩/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો પાલીતાણા ડિવીઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, રાજવિરસિંહ ઉર્ફે રાજુ સુજાનસિંહ સરવૈયા રહે.દેદરડા તા.પલીતાણા જી.ભાવનગરવાળો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે લાવી પોતાના રહેણાંક મકાનમાં સંતાડી રાખેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબની અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી તથા સી.એસ.ડી. ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર,પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-રાજવિરસિંહ ઉર્ફે રાજુ સુજાનસિંહ સરવૈયા ઉ.વ.૨૫ ધંધો-ખેણી રહે.દેદરડા તા.પલીતાણા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક બોટલ નંગ-૨૮૪ કિ.રૂ.૧,૪૫,૩૨૫/- મળી કુલ રૂ.૧,૫૦,૩૨૫/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ ગોહિલ