એબીએનએસ પાટણ: પાટણની સૃષ્ટિહોમ સોસાયટી ના મકાન નં. ૧૪ મા ચાલતા ક્રિકેટ સટ્ટાનો પદૉફાસ કરી ક્રિકેટ સટોડિયા પુજારા(ઠક્કર)વિશાલ બાબુભાઇ વાલજીભાઇ ને પાટણ એલસીબ ટીમે રોકડ સહિત રૂ.૧૫,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાઈ નાઓએ પાટણ શહેર સહિત જીલ્લામાં પ્રોહી જુગારની ગે.કા.પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન મળેલ બાતમી આધારે ક્રિકેટ સટ્ટા ના જુગાર અંગે રેઇડ કરતાં પુજારા (ઠક્કર)વિશાલ બાબુભાઇ વાલજીભાઇ ઉ.વ.૩૮ મકાન નં.૧૪, સૃષ્ટિ હોમ વાળીનાથ ચોક પાટણતા.જી.પાટણવાળાઓ ક્રિકેટ સટ્ટાનું આઇ.ડી. મેળવી પોતાના મોબાઇલ માં ગુગલ ક્રોમ માં https- cowlll.com નામની સાઇટ ઉપર હાલમાં ચાલતી અલગ અલગ ક્રિકેટ મેચોમાં ટીમની હાર-જીત ઉપર બેટ લગાવી ક્રિકેટ સટ્ટાનો પૈસાની હારજીત નો જુગાર રમી રમાડતા જુગારનું સાહિત્ય મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૧૫,૦૦૦ તથા રોકડ રૂ.૩૦૦ મળી કુલ કિં.રૂ.૧૫,૩૦૦ના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી. જોકે આઇ.ડી. આપનાર ઇસમ હાજર મળી આવેલ ના હોઇ બન્ને વિરૂધ્ધ જુગાર ધારા મુજબ પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવી આગળ ની તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.