પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, શરીરે આખી બાયનો ખાખી રંગનો શર્ટ તથા કથ્થાઇ કલરનુ પેન્ટ પહેરેલ ઈસમ રૂવાપરી રોડ, રેલ્વે ફાટક પાસે આવેલ દુ:ખ ભંજન હનુમાનજીના મંદિર પાસે ગઇ કાલ રમાયેલ રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન્સની મેચમા થયેલ હારજીતના હીસાબના સોદાઓ લેવા તથા આજ રોજ રમાનારી ચેન્નઇ સુપરકિંગ્સ તથા કિંગ્સ ઇલેવન પંજાબની મેચના એડવાન્સ રૂપીયા લેવા ઉભેલ છે. જે બાતમી અંગે રેઇડ કરતાં નીચે જણાવેલ ઈસમ નીચ જણાવેલ મુદ્દામાલ સાથે ક્રિકેટ મેચના હારજીતના સોદાઓ લખેલ ચિઠ્ઠીઓ સાથે પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકાયેલ આરોપી:-રાજેશભાઇ દેવશીભાઇ જાંબુચા ઉવ.-૫૧ ધંધો:- મજુરી રહે. પ્લોટ નં.-૧૪૯, શ્રમજીવી સોસાયટી, ખેડુતવાસ, આનંદનગર પાસે, ભાાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોકડા રૂપિયા ૨૬,૨૦૦/-
2. હિસાબો લખેલ ચિઠ્ઠીઓ ત્તથા ગ્રાહકોના હિસાબો લખેલ પીળા કલરની ડાયરી કિ.રૂ.૦૦/-
3. પેન નંગ-૦૪ કિ.રૂ.૦૦/-
4. કાળા તથા સફેદ રંગની કાપડની થેલી કિ.રૂ.૦૦/- મળી કુલ કિંમત રૂ. રૂ.૨૬,૨૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા, માનદિપસિંહ ગોહીલ, એઝાઝખાન પઠાણ, કેવલભાઇ સાંગા, જયદિપસિંહ ગોહિલ