Crime

ગઢડા તાલુકાના ઇતરીયા ગામે બીડ વિસ્તારમા ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગઢડા પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા બોટાદ જીલ્લા પોલીસ વડાશ્રી કે.એફ.બળોલીયા નાઓએ પોડી જુગારની પ્રવૃતી ઉપર અંકુશ લાવવા તેમજ નેસ્ત નાબુદ કરવા માટે સખ્ત કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલના માર્ગદર્શન મુજબ તથા ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. શ્રી એમ.જી.જાડેજા સાહેબની રાહબરી હેઠળ તા.૦૩/૦૭/૨૦૨૩ ના રોજ ગઢડા પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોક્કસ બાતમી રાહે ઇતરીયા ગામે, નાની કુંડળના રસ્તે આવેલ ખોડીયાર માતાના મંદિર પહેલા સામેની બાજુએ આવેલ બીડમા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇમમને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપી-

(૧) ગોપાલભાઇ છગનભાઇ જતાપરા ઉવ.૨૯ રહે.ગઢાળા ગામ,બાપા સીતારામના ઓટા પાસે તા.વીછીયા જી.રાજકોટ (૨) કુલદિપભાઇ હાથીભાઇ ગોવાળીયા રહે.રતનપર ગામ તા.ગઢડા જી.બોટાદ (પકડવાનો બાકી આરોપી)

કબ્જે કરેલ મુદામાલ-

(૧) ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નગ-૯૨ કિ.રૂ.૩૯,૧૫૬/-

કામગીરી કરનાર-

(૧) શ્રી વી.વી.પંડ્યા પોલીસ સબ ઇન્સ ગઢડા પો.સ્ટે (૨) શ્રી કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહીલ, પો.હેડ કોન્સ ગઢડા પો.સ્ટે (૩) શ્રી મયુરધ્વજસિંહ છોટુભા ગોહીલ હેડ કોન્સ. ગઢડા પો.સ્ટે (૪) શ્રી કૌશીકભાઇ પ્રવિણભાઇ સૌરઠીયા હેડ કોન્સ. ગઢડા પો.સ્ટે. (૫) શ્રી નીતેશભાઇ ધીરૂભાઇ ગઢવી પો.કોન્સ. ગઢડા પો.સ્ટે. (૬) શ્રી મહેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ હેડ કોન્સ ગઢડા પો.સ્ટે (૭) શ્રી વિક્રમસિંહ રણછોડભાઇ ગોલેતર પો.કોન્સ. ગઢડા પો.સ્ટે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *