Crime

જાહેરમાં ગંજીપતાનાં પાના-પૈસાથી જુગાર રમતાં છ ઇસમોને રોકડ રૂ.૧૫,૪૮૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ભહિપાલસિંહ ચુડાસમાને જુગાર અંગેની મળેલ સંયુકત બાતમી આધારે ભાવનગર, આડોડિયાવાસ, મહાવિરનગરમાં રહેતાં ભીખાભાઇ કનુભાઇ પરમારનાં રહેણાંક મકાન પાસે જાહેર જગ્યામાં  રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૫,૪૮૦/- સાથે ઝડપી પાડેલ.જે અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. ભીખાભાઇ કનુભાઇ પરમાર ઉ.વ.૫૬ રહે.આડોડિયા વાસ,મહાવિરનગર,ભાવનગર
2. રવિન્દ્દસિંહ નોંઘુભા જાડેજા ઉ.વ.૪૦ રહે.ફલેટ નં. ૪૦૨, શિવ કુંજ-૨,ટોપ થ્રી સર્કલ પાસે,ભાવનગર
3. મયુરભાઇ ઘનશ્યામભાઇ કાસોદરીયા ઉ.વ.૨૮ રહે. પ્લોટ નં.સીએમ/૭૩૪, જુની ભગવતી, કાળીયાબીડ, ભાવનગર
4. વિક્રમસિંહ મહાવિરસિંહ જાડેજા ઉ.વ.૪૨ રહે.રૂમ નંબર-૨૧૮૪, બ્લોક નંબર-૯/એ, ત્રણ માળીયા,જુના શિવનગર, ભરતનગર, ભાવનગર
5. ભાવેશ જીવરાજભાઇ ધામેલીયા ઉ.વ.૩૦ રહે.બસ સ્ટેન્ડ પાસે, વાળુકડ (જીજીનું) તા.ઘોઘા જી.ભાવનગર
6. કૌશલભાઇ જગદીશભાઇ સોજીત્રા ઉ.વ.૨૭ રહે.ધજાગરા વાળી શેરી, કણબીવાડ,ભાવનગર

  કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા,વનરાજભાઇ ખુમાણ,જયરાજસિંહ જાડેજા, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, જયદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *