જાંબુડી થી રિક્ષા માં ભરી લઈ જવાતો માલ પકડાયો…..
માલ ભરી લઈ જનાર બન્ને ઈસમો અને માલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરાઇ …..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી થી ૭ કી.મી દૂર આવેલ કોટેશ્વર ગામ થી નજીક પડતી ગુજરાત – રાજસ્થાન ની સરહદ જાંબુડી ખાતે થી ગત રોજ બપોર ના સુમારે રિક્ષાઓ માં ભરી લઈ જવાતો વિદેશી દારૂ સાથે બે ઈસમો ને ઝડપી પડાયા હતા.
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર ની હદ માં આવતા કોટેશ્વર અને જાંબુડી સરહદી પોલીસ ચોકી વિસ્તાર તરફ થી GJ-38 પાર્સિંગ ની બે રિક્ષા માં વિદેશી દારૂ ના માલ ની હેરા ફરી થવાની બાતમી ના આધારે અંબાજી પોલીસ સ્ટેશન સ્ટાફ જાંબુડી ચેક પોસ્ટ વિસ્તાર ખાતે ચેકીંગ માટે હાજર થયા હતા તે દરમિયાન મળેલ બાતમી મુજબ બે રિક્ષાઓ
GJ.38.W.8923 તથા GJ.38.WA.3416 ચેક પોસ્ટ વિસ્તાર નજીક આવતા તેને રોકી ચેકીંગ હાથ ધરતા રિક્ષામાં પ્લાસ્ટિક ના જાડા થેલાઓ માં પેક કરેલ વિદેશી બ્રાન્ડ ની દારૂ ની બોટલો અને બિયર ટીન નો જથ્થો મળી આવતા માલ કોને ભરાવ્યો તથા ક્યાં ડિલિવરી કરવાની છે તેમજ પરવાના અંગે પૂછ પરછ કરતા રિક્ષા ચાલક બન્ને ઈસમો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા .તેથી બન્ને ઈસમો ને માલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી અર્થે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા.જેમાં માલ લઇ જનાર રિક્ષા ચાલકો
૧) કિશનભાઇ જશુભાઈ ચુનારા ( દેવીપૂજક ) રહે – મટોડા,ગામ – ચુનારા મોટોવાસ,તા.- સાણંદ જી- અમદાવાદ,
૨) મુકેશભાઈ ભરતભાઈ ચુનારા ( દેવીપૂજક) રહે – ચુનારા મોટોવાસ,તા.- સાણંદ જી- અમદાવાદ વાળાઓ ની માલ અને માલ ભરાવનાર વગેરે બાબતે વધુ પૂછ પરછ કરતા માલ ભરવાનાર – શ્રવણકુમાર બિશનોઈ રહે – આબુરોડ ( રાજસ્થાન) વાળાઓ નું નામ ખૂલ્યું હતું .ઝડપાયેલ માલ માં વિદેશી બ્રાન્ડ ની બિયર બોટલ નંગ -૪૨૯ જેની કિંમત રૂ.૪૯,૭૫૮/-
મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦૦/- , બે રિક્ષા કિંમત રૂ.૧,૨૦,૦૦૦/- તથા ૧,૫૦,૦૦૦/- ગણી કુલ રૂ.૩,૨૪,૭૫૮/- ના મુદ્દા માલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી આર.બી.ગોહિલ, પો.ઈન્સ. અંબાજી
શ્રીવી.એન.દેસાઈ,પો.સબ.ઈન્સ.,અંબાજી
શ્રી રમણભાઈ,હેડ કોન્સ., અંબાજી
શ્રી જયકરણદાન,હેડ કોન્સ., અંબાજી
શ્રી મુકેશભાઈ,પો.કોન્સ., અંબાજી
શ્રી મગસીભાઈ,પો.કોન્સ., અંબાજી
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી